ધ્રાંગધ્રાના વોર્ડ 4માં આવેલી ખૂલ્લી ગટરમાં ગાય પડી જતાં તાત્કાલિક JCB મારફતે ગાયને બહાર કાઢવામાં આવી

  • ગટરમાં ગાય ખાબકી હોવાની આ ચોથી ઘટના, અનેક વખત બાળકો, વૃદ્ધ અને ગાયો પડવા છતાં તંત્ર ઊંઘમાં
  • નજીકમાં શાળા અને આંગણવાડી હોવાથી બાળકોના વાલીમાં છવાયો રોષ, “અમારા બાળકોની જવાબદારી કોણ લેશે??”

ગુજરાત: ધ્રાંગધ્રા વોર્ડ નંબર 4 માં આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો હતો. ગટર ખૂલ્લી હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ગટરમાં પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અવર-નવર ગાય ગટરમાં પડી જતી હોવા છતાં ખૂલ્લી ગટરને ઢાંકવાનો તંત્ર પાસે સમય જ નથી. ઉપરાંત કે, આ વિસ્તારમાં શાળા નંબર 7 અને આંગણવાડી પણ આવેલી છે. જેથી શાળા અને આંગણવાડી તરફ જતા બાળકોનો ખુલ્લી ગટરમાં પડી જવાની શક્યતા હોવાથી સ્થાનિકોમાં ભયની સ્થિતિ ઉભી થઈ છે. અંતે ગટરમાં ગાય પડી હોવાની નગરપાલિકાને જાણ કરતાં તાત્કાલિક ધોરણે JCB મારફતે ગાયને બહાર કાઢવામાં આવી હતી.Dhrangadhra Cow

ધ્રાંગધ્રા વોર્ડ નંબર 4 માં આવેલી ખૂલ્લી ગટરમાં ગાય ખાબકી હોવાની ઘટના સામે આવતાં જીવદયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. આ વિસ્તારમાં ગટર ખૂલ્લી હોવાના કારણે અનેક વખત અબોલ પશુઓ અને બાળકો પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ગટરમાં ચોથી વખત ગાય ખાબકી હોવા છતાં તંત્ર સ્થાનિકોની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યું છે. આ સાથે નજીકમાં શાળા નંબર 7 અને આંગણવાડી આવેલી છે. જેથી શાળા અને આંગણવાડીએ જતાં બાળકોનું ગટરમાં પડી જવાનો ડર રહે છે. આમ તે બાળકો ગટરમાં પડી જશે તો જવાબદારી કોણ લેશે ?? ઉપરાંત, ત્યાંથી પસાર થતા વડીલોમાં પણ ભયનો મહાલો જોવા મળે છે.

ખૂલ્લી ગટરમાં ગાય ખાબકી હોવાની નગરપાલિકાને જાણ કરતાં તાત્કાલિક JCB દ્વારા ગાયને ગટરમાંથી બહાર કાઢવાની આવી હતી. આ સાથે નગરપાલિકા એન્જીનીયરે જણાવ્યું હતું કે, આ ગટરનો સ્લેબ ટૂંક સમયમાં જ નાખી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. હવે એ જોવાનું રહ્યું કે, તંત્ર ફક્ત વાયદા જ કરશે કે ખૂલ્લી ગટરને ઢાંકવાની કામગીરી જલ્દીથી હાથ ધરશે?

Related posts

Leave a Comment