- નવા પ્રેસિડેન્ટ તથા નવા સભ્યોને નિમણૂક કરીને જવાબદારી સોંપાઈ
- સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યોમાં સંસ્થાનું મહત્ત્વનું યોગદાન
ગુજરાત: ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓની ઈન્સ્ટોલેશન મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસ્થાના ભાગીદાર તમામ મહિલાઓ ઉપરાંત ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહી વિધિવત રીતે સંસ્થાના સભ્ય બન્યાં. મમતા દિવસની ઉજવણી સ્વરૂપે મિટિંગ યોજવામાં આવેલી.
ધ્રાંગધ્રામાં આવેલ ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબ બંને સામાજિક સંસ્થાઓનું ધ્રાંગધ્રામાં સ્ત્રી સશક્તિકરણ, જીવદયા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યોમાં પોતાનું મહત્ત્વનું યોગદાન છે. ગત બુધવારે આવનાર મમતા દિવસની ઉજવણી સ્વરૂપે ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ દ્વારા ઈન્સ્ટોલેશન મિટિંગ યોજવામાં આવી હતી. આ દરમિયાન ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબહેન રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ તેઓએ વિધિવત રીતે સંસ્થાના સભ્ય બની સંસ્થાની જવાબદારી ઉઠાવી હતી.
‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ નાં પ્રેસિડન્ટ તરીકે વીણુ કપૂરને સર્વાનુમતે ફરીથી નિમવામાં આવ્યાં હતાં. ઉપરાંત, ‘INNER WHEEL CLUB OF DHRANGADHRA’ અને રોટરી ક્લબના અન્ય સભ્યો પણ મિટિંગમાં ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ સાથે મિટિંગમાં અલ્પાબહેન ગાંધી અને દર્શનાબહેન પુજારાએ પોતાની મહત્ત્વપૂર્ણ હાજરી આપી હતી.