ધ્રાંગધ્રાના હોલસેલના વેપારીના ₹ 2.50 લાખ ભરેલો થેલો ઝૂંટવી બે શખ્સો ફરાર

  • વૃંદાવન સોસાયટી નજીક બાઇક પર બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી પૈસાનો ધેલો લઈ ગાયબ
  • વેપારીએ બે અજાણ્યા બાઇક સવાર સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

ગુજરાત: ધ્રાંગધ્રાના વેપારી ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ થેલામાં રાખી નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી રૂપિયાનો ધેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. વેપારીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ધ્રાંગધ્રાના વેપારી અનિલભાઈ મહેતા કિરાણા સ્ટોરની હોલસેલની દુકાન ચલાવે છે. દુકાનમાં તેમની સાથે તેમનો દીકરો ભાવિન અને ધંધામાં મદદરૂપ થવા માટે કુલ 4 માણસોને કામે રાખ્યા છે. અનિલભાઈ દરરોજ સવારે નવ વાગ્યે દુકાન ખોલતા અને સાંજે સાડા સાત વાગ્યાના સમયે દુકાન બંધ કર્યા બાદ મયુરનગરમાં રહેતા તેમના વર્કર કરમણભાઈ ભરવાડને વચ્ચે ઉતારી ઘરે પરત ફરતાં હતા. આમ ધંધામાં તેમને રોજનો આશરે 1-2 લાખનો વેપાર થતો.

ગત સોમવારના રોજ સાંજના આઠેક વાગ્યે અનિલભાઈ વેપાર ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ લઈને નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને પોતાની એક્ટિવા મારફતે ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે 2.50 લાખ રોકડ રૂપિયા અને દુકાનના હિસાબી ચોપડા એક ધેલામાં રાખી એક્ટિવાની આગળ થેલો મૂકી ઘરે નીકળ્યાં હતાં. રસ્તામાં મયુરનગર સોસાયટી આવતાં કરમણભાઈને ઉતારી તેમણે ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે તેમની સોસાયટી તરફ ગટરલાઈનનું કામ ચાલતું હોવાથી નજીકની વૃંદાવન સોસાયટી થઈ તેઓ ઘરે જતા રસ્તામાં એક સ્પ્લેન્ડર પર બે શખ્સો આવી અનિલભાઈની એક્ટિવા ઉભી રાખી હતી. ત્યારબાદ સ્પ્લેન્ડર પરથી એક શખ્સ આવી અનિલભાઈની એક્ટિવા આગળ રાખેલો થેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. પછી, અનિલભાઈએ તેમના દીકરા અને ભત્રીજાને ફોન કરીને જાણ કરતાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Related posts

Leave a Comment