‘કોરોનાની ત્રીજી લહેર’ અને આમિરની ત્રીજી પત્ની સાથે આવશે’ આ લોકોએ ફાતિમાને પાઠવી શુભેચ્છાઓ

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવના છૂટાછેડાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી સસ્પેન્સ જ છે. એક સમયે કિરણ રાવમાં આમિરને અસલ મહોબ્બત દેખાતી હતી. આમિર ખાન અને કિરણ રાવનો સંબંધ 15 વર્ષમાં પૂરો થઈ જશે એ વાત
તેમના ચાહકોને પચી નથી. આમિર ખાન કિરણને ખૂબ પ્રેમ કરતો હતો. એક સમયે આમિરના આવા શબ્દો હતા : ‘ હું પોતાની લાઈફને કિરણ વગર અધૂરી સમજું છું. હું તેના વગર મારી લાઈફની કલ્પના પણ નથી કરી શકતો’. બોલીવૂડના સુપરસ્ટાર આમિર ખાન ફિલ્મોની બાબતમાં ભલે મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતો હોય પરંતુ તેની પર્સનલ લાઈફમાં તે તેનો અમલ કરે છે કે કેમ તેના પર સવાલ ઉભો થયો છે. આમિર ખાને તેની બીજી પત્ની કિરણ રાવ સાથે પણ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. અગાઉ પણ આમિરે પ્રથમ પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા લીધા હતા. આમિરના પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા જે ઘણા ઓછા લોકો જાણતા હશે.

વર્ષ 2001માં થઈ હતી કિરણ સાથે પ્રથમ મુલાકાત

આમિર ખાનની કિરણ સાથેની પ્રથમ મુલાકાત વર્ષ 2001માં થઈ હતી. એ સમયે આમિર ‘લગાન’નું શૂટિંગ કરી રહ્યો હતો. ‘લગાન’ના સેટ પર જ આમિર અને કિરણની મુલાકાત થઈ હતી. આમિર ખાન ફિલ્મનો હીરો હતો. કિરણ રાવ એ સમયે ફિલ્મના અસિસ્ટન્ટ ડાયરેક્ટર્સમાંથી એક હતી. શૂટિંગ દરમિયાન
આમિર અને કિરણ વચ્ચે ફ્રેન્ડશિપ થઈ અને અંતે પ્રેમમાં બદલાઈ ગઈ. 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યા. બંનેને એક દીકરો પણ છે.

સરોગસીથી થયો દીકરાનો જન્મ

કિરણ અને આમિરનો એક દીકરો છે, જેનું નામ ‘આઝાદ’ છે અને અત્યારે તે 10 વર્ષનો છે. આઝાદનો જન્મ સરોગસીથી થયો છે. કિરણને કન્સીવ કરવામાં
તકલીફ થતી હોવાથી તેમણે સરોગસીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી આઝાદનો જન્મ 2011માં થયો હતો.

આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે તેમના 15
વર્ષના લગ્ન સમાપ્ત કર્યા પછી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ ‘દંગલ’ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. લોકોએ તેનું નામ આમિર ખાન સાથે જોડવાનું શરૂ કર્યું. લોકોએ ફાતિમા સના શેખને આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાનું કારણ પણ ગણાવી છે. તો વળી ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું છે કે ફાતિમાં શા માટે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે?

ઉલ્લેખનીય છે કે ‘દંગલ (2016)’ જ નહીં પણ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં પણ સાથે કામ કર્યું હતું. જ્યારે પ્રથમ ફિલ્મ બ્લોકબસ્ટર હતી, જ્યારે બીજી ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ. યુઝર્સે ફાતિમા સના શેખને પણ અભિનંદન આપ્યા હતા. તો વળી કેટલાક લોકોએ આમિર ખાનની ત્રીજી પત્ની કોણ હશે તે અનુમાન લગાવી લીધું છે. આ પહેલીવાર નથી જ્યારે બંને વચ્ચે એક લિંકઅપના સમાચારો મુખ્ય સમાચાર બન્યા હોય.

આ પહેલા પણ જ્યારે આવી અટકળો વધી ગઈ હતી ત્યારે ફાતિમા સના શેખે તેનો ઇનકાર કર્યો હતો અને આમિર ખાનને તેનો માર્ગદર્શક કહ્યો હતો. તેમણે કહ્યું કે લોકો કંઈ પણ જાણ્યા વિના ખોટી વસ્તુઓનો અંદાજ લગાવી લેતા હોય છે. કેટલાક અજાણ્યા લોકો કે જે મને ક્યારેય મળ્યા પણ નથી છતાં તે મારા વિશે આ બધી વાતો લખ્યા કરે છે.

2002માં તૂટ્યા હતા પહેલા લગ્ન

આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે ‘કયામત સે કયામત તક’નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા.

આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં પણ દેખાય છે. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

આમિર અને રીના 2002માં 16 વર્ષ લાંબા દાંપત્યજીવન બાદ છૂટા થયા હતા. બન્નેના મતે તેમના તલાક બન્નેના પરિવારજનો માટે એક મોટો આઘાત હતો. તલાક પછી પણ આમિર ખાનના રીના સાથેના સંબંધો સારા હતા. આમિર ખાન તેની પ્રથમ પત્ની રીનાને ઘણું માન આપતા હતા.

એવું કહેવાય છે કે આમિર ખાન એક સમયે રીના પાછળ પાગલ હતો પરંતુ તે વખતે રીનાને તેનામાં બિલકુલ રસ નહતો. રીનાને ઈમ્પ્રેસ કરવા આમિરે પોતાના લોહીથી તેને લવ લેટર લખ્યો હતો. આમિર અને રીના પહેલા પાડોશી હતા અને તેમની બિલ્ડિંગ આમને-સામને હતી. આમિરના ઘરની બારીમાંથી રીનાનું ઘર જોઈ શકાતું હતું. એટલા માટે જ આમિર પોતાના ઘરની બારી પાસે મોટાભાગનો સમય વિતાવતો હતો. આમિરે સૌપ્રથમ રીનાને પ્રપોઝ કર્યું હતું પરંતુ રીનાએ આમિરનું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું.

રીના હિન્દુ તેમજ આમિર મુસ્લિમ હતો પરંતુ બન્નેના લગ્નમાં ધર્મ ક્યાંય વચ્ચે આવ્યો ન હતો. આમિરે લગ્ન કર્યા ત્યારે તે 21 વર્ષનો હતો જ્યારે રીના 19 વર્ષની હતી. તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. બન્નેએ લગ્ન સીક્રેટ રાખ્યા હતા કારણ કે આમિર તે વખતે કમાતો નહતો.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે આમિરની ડેબ્યૂ ફિલ્મ ‘કયામત સે કયામત તક’ વખતે આમિર મેરિડ હતો અને તેની પત્ની રીનાએ એક ગીતમાં નાનકડો રોલ પણ કર્યો હતો.

Related posts

Leave a Comment