સમાચાર

અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

કોંગ્રેસ પાક. સમર્થક છે : બીજેપી પ્રભારી ગુજરાત: આજરોજ ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય એવા કુમુદબેન જોષી, અમીરગઢ ભાજપના પ્રભારીશ્રી ભરતભાઈ પરમાર, જયેશભાઈ દવે, ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી કૈલાશભાઈ દરજી ચેતનસિંહ રાજપૂત ઈકબાલગઢ માર્કેટયાર્ડ ના ચેરમેન શ્રી મોતીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન મોઢ, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ જૈન, તેમજ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રમુખશ્રીઓ, તમામ મોર્ચા ના હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ પાર્ટીના કારોબારી સભ્યશ્રીઓ, સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને પાર્ટીના આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી,…

કલોલથી મુંદ્રા માલ ભરીને જતાં ટ્રકમાંથી રૂ. 96,939 કિંમતનો માલ ગાયબ

ડ્રાઈવર માલવણથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવેથી જતાં રસ્તામાં સોલડી ટોલનાકા પાસેની કિટલીએ ચા પીવા રોકાયેલો સોલડી ટોલનાકાના સી.સી.ટી.વી કેમેરા ચકાસતાં ટ્રક પરની તાળપત્રી કાપેલી અને માલ ચોરી થયો હોવાનું જણાયેલું ગુજરાત: અંજારના શેઠનો ડ્રાઈવર કલોલથી ટ્રકમાં માલ ભરીને મુંદ્રા ખાતે ટ્રક ખાલી કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પરના રસ્તામાં માલવણ ટોલનાકા બાદ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સોલડી ટોલનાકા વચ્ચે ચોરી થયાનું સી.સી.ટી.વી. તપાસમાં જણાયું હતું. ટ્રકમાં ભરેલાં માલ પર બાંધેલી તાળપત્રી કાપીને તેમાંથી રૂ. 96,939 કિંમતનો માલ કોઈ અજાણ્યા શખ્સે ચાલુ ગાડીમાંથી ચોરી કર્યાંની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં…

અમીરગઢમાં નવો નાખવામાં આવે વીજ વાયર એક કલાકમાં તૂટી પડ્યો

ગુજરાત: અમીરગઢ દેનાબેન્ક આગળ વીજ વાયર તૂટી પડયો હતો જોકે મોટી જાનહાની ટળી હતી. લોકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે નવિન વીજ વાયર નાખવામાં આવ્યો હતો અને બપોરે જ વીજ કર્મીઓ નવિન વાયર નાખીને ગયા હતા ત્યાબાદ એક કલાક માંજ ફરી વાયર તૂટી પડ્યો હતો જોકે સદ્ નસીબે મોટી જાનહાની ટળી હતી. અમીરગઢ દેના બેન્ક નજીક આવેલ વિજપોલ અને ત્યાંથી અંદાજિત સો મીટર દૂર આવેલ ડીપી થી નવીન વીજ વાયર સવારે જ નાખવામાં આવ્યો હતો અને આખો દિવસ વીજ કર્મીઓ વાયર નાંખીને બપોરે જ ગયા હતા એવું ત્યાંની સ્થાનિકોએ જણાવ્યું હતું…

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

મનોરંજન: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના લોન્ચ પહેલા તૂફાન ટીમ – પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ…

‘જો ન્યાય નહીં મળે તો છેક દિલ્હી જઈશ’, સાયકલ મારફતે ન્યાય મેળવવા નીકળેલા ખેડૂતની વેદના

ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું, 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં! જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.…

શું તમે રસ્તે આવતા ખાડાઓથી પરેશાન છો? તો જાણો એક નિવૃત દંપતી આ ખાડા દૂર કરવા કરી રહ્યા છે આવું કામ

હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે પેંશનના પૈસા થી પુરી રહ્યા છે ખાડા નેશનલ: હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી પોતાની પેંશનમાંથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે. હૈદરાબાદ(તેલંગાણા)ના ગંગાધર તિલક અને તેમના પત્ની વૈનકેટેશ્વરી કતનમ છેલ્લા 11 વર્ષોથી તેમની પેંશનના રૂપિયાથી જાહેરમાર્ગ પર પડેલા ખાડા પુરવાનું કામ કરી રહ્યા છે. 74 વર્ષીય તિલકે જણાવ્યું કે, “અમે 11 વર્ષોમાં 40 લાખ રૂપિયા ખર્ચીને સમગ્ર શહેરના કુલ 2030 ખાડા પુરવાનું કામ કરી ચુક્યા છીએ.” તેઓ રેઈલ વે માંથી નિવૃત્તિ બાદ અહીં શિફ્ટ થયાં, રોડ પર…

લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું ઈંટથી માથું ફોડી નાખતાં પતિ-પત્ની સામે નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર લખતરના રહેવાસી પતિ-પત્ની સામે નોંધી FIR ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી આરોપીએ હેડ કોન્સ્ટેબલનું ગળું જાલ્યું આરોપીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારતાં બે ટાંકા આવ્યાં ગુજરાત: લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ફરજ દરમિયાન લખતરના રહેવાસી પતિ-પત્ની દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને હેડ કોન્સ્ટેબના કામમાં રૂકાવટ કરી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતા, ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી પતિ-પત્નીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારી માથું ફોડી નાખ્યું હતું. પોલીસે બંને પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ…

ધ્રાંગધ્રાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિ ‘આપ’ સાથે જોડાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજાઈ મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા અને શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ હાજરી આપી ગુજરાત: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, અમદાવાદ શહેરી સંગઠન…

કોણે કરી શગુફતા અલીની આર્થિક મદદ…?

મનોરંજન: શગુફતા અલીને ડાન્સ દીવાના 3 ટીમની તરફથી માધુરી દીક્ષિત પાસેથી 5 લાખનો ચેક મળ્યો. તેમની તબિયત ખરાબ હોવાને કારણે અને કોઈ કામ ન હોવાને કારણે તેઓ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમને આ મદદ ડાન્સ દીવાને 3 ની ટીમ તરફથી મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર કલર્સ ટીવીએ ડાન્સ દીવાને 3 નો એક એપિસોડનો પ્રોમો અપલોડ કર્યો છે, જેમાં શગુફતા અલી જોવા મળે છે. તેમાં શગુફતા પોતાની તકલીફ વર્ણવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો તેના વિશે બોલતા નજર આવે છે/…

ધોરણ 12 અને પોલિટેક્નિક કોલેજોને મળી ઓફલાઇન વર્ગોની મંજૂરી

ગુજરાત: 15 જુલાઈ 2021થી ધોરણ 12 અને પોલિટેકનિક કોલેજોને 50% સંખ્યા સાથે ઓફલાઇન શિક્ષણ કરી શરૂ કરવા માટે મળી મંજૂરી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થિની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઇન ક્લાસ ભરવાના હોય તેવા વિદ્યાર્થીના વાલીઓની લેખિત મંજૂરી ફરજિયાત રીતે લેવામાં આવશે. હાજરી દરમિયાન વિદ્યાર્થીઓએ SOPનું ચુસ્ત પણે પાલન કરવાનું રહશે. સોશિયલ ડિસટેન્સ તેમજ હાથ ધોવા માટેની પૂરતી સગવડ સંસ્થાએ કરવાની રહશે . કોર કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્ય સચિવ…