પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

મનોરંજન: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે

એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના લોન્ચ પહેલા તૂફાન ટીમ – પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ આજે અમદાવાદથી વિશિષ્ટ પ્રકારની વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

વર્ચ્યુઅલ શહેર મુલાકાત વિશે પોતાનો ઉત્સાહ શેર કરતા અગ્રણી અભિનેત્રી મૃણાલ ઠાકુરે કહ્યુ હતુ કે, “હું ફરહાનના વિચારોને સમર્થન આપુ છું કે ગુજરાતે રમત જગતમાં મહાન યોગદાન આપ્યુ છે અને ત્યાંના લોકો સાથે વાતચીત કરવાથી મને ભારે ખુશી મળે છે. આ રાજ્યની મારી કેટલીક યાદગાર પળોમાં કેટલાક રસદાર ગુજરાતી આહાર જે મે આજ દિન સુધી ખાધો ન હતો તેનો સમાવેશ થાય છે. હું જ્યારે પણ  શહેરની મુલાકાત લઉ છું ત્યારે હું થોડો સમય બહાર જવાની ખાતરી કરુ છું અને ગળ્યા અને તીખા સ્થાનિક આહાર ખાઉ છું.”

દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ઉમેર્યુ હતુ કે, “અમદાવાદની ફિલ્મની કાસ્ટ વિશેની સ્પષ્ટતા અત્યંત આવકાદાયક છે. હું સંપૂર્ણ રીતે ત્યાં લોકોના નમ્ર અને સૌમ્ય સ્વભાવની પ્રશંસા કરુ છુ. સ્થાનિક મીડિયા સાથે મુલાકાત અદભૂત હતી અને તેમણે આ વર્ષોમાં આપેલા પ્રેમ અને સમર્થનનો હું દિલથી આભાર માનુ છું. તેઓ તૂફાન માટે તેમનો પ્રેમ અને આશિર્વાદ સતત રાખશે તેવી આશા રાખુ છું”.

તૂફાન એમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દી અને ઇંગ્લીશમાં રજૂ થનારી પ્રથમ ફિલ્મ હશે જે 16 જુલાઇ 2021ના રોજ 240 દેશો અને પ્રાંતોમં રજૂ થશે.

Related posts

Leave a Comment