ધ્રાંગધ્રાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિ ‘આપ’ સાથે જોડાયા

  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજાઈ
  • મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા અને શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ હાજરી આપી

ગુજરાત: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી જતીનભાઈ વ્યાસ તથા આમ આદમી પાર્ટીના સામાજિક કાર્યકર્તા મિટિંગ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતાં.

Related posts

Leave a Comment