વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં

વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં; વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં; લાગણીઓ ના લીસ્ટ વાંચો સાવ ઓછા લાખ ના. મારું તે મારે જ લેવું તારું તારા નામ નું; એમ ને એવા ગુના માં આપણે બાકાત માં. શૂન્ય ને આ અનંત કોઈ એક ક્ષિતિજે ના મળ્યા; વસવસો તેને થયો છે એક આ આઘાત માં. ને સદી થી જીંદગી સદંતર અદ્દલ બદલાઈ છે; લે! મને ચેલેન્જ પકડાવે નવી તાકાત માં. ટાળવા અથડામણો જો ને;જંગલ પણ ક્યાં ફરે? નીકળે છે આગ ઝરતી જો વૃક્ષો…

બીડી

“બીડી” અચાનક બાજુનો કાગળ બળ્યો ને એને યાદ આવી ગડીની છેલ્લી બીડી; રંધો છુટ્યો ; ગાળ બોલાઇ; બીડી પકડાઈ ; ને જોયું તો બીડીમાં બાકી હતો છેલ્લો કસ; એને થ્યું કે લાવ ખેંચી લઉં; ઘડીવાર માટે ધુમાડાને આપી દઉં ફેફસાનું સ્વામિત્વ ; નસમાં વર્તાતી ખેંચનું એક જ ઝાટકે કાસળ કાઢી નાખું, હૃદયનાં ધબકારા ને કપાળ પરનો પરસેવો ઠંડાં પડે એ પહેલા જ કરી નાખું બન્નેને ગરમ લાહ્ય; એમ વિચારી બીડીને હોઠ પર મુકી ને; ત્યાં તો બીજી સ્ત્રીની જેમ જ હારે જ રહેતી ઉધરસે ધામાં નાખ્યાં માંડ કરી એને રવાના;…

હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે.

હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે. અમે ફૂંકથી પથ્થરો કોતર્યા છે. નહીં થાય ઉલ્લેખ તારો, તું ડર મા, સમયનાં મેં થોડા જ થર ખોતર્યા છે. અહીં એ જ ફાવી શકે છે પ્રણયમાં, અહીં જેમણે ઝાંઝવાઓ તર્યા છે. પ્રસંગો તમસની ઉદાસીના આપો, અમે આંસુના આગિયા નોતર્યા છે. -દર્શન પરમાર (‘રકીબ’ અમદાવાદી)

ભેદ

ભેદ આંખ સામે ભેદ થાતો હોય છે એ પછી પડદો પડાતો હોય છે દોસ્ત,વેશ્યાગારમાં પણ સાંજના સૌ પ્રથમ દિવો કરાતો હોય છે રાતના અવશેષ ત્યાં રહી જાય તો? એ બીકે રસ્તો વળાતો હોય છે સૌ પ્રથમ તો ગાંઠ પડતી હોય છે એ પછી છેડો ફડાતો હોય છે બાળકીની લાશ પણ ક્યાંથી મળી! જે જગા રાવણ બળાતો હોય છે સુર્ય ત્યાં પ્હોંચી શકે કેવી રીતે? જ્યાં ઘુવડ રાજા મનાતો હોય છે ઋષિ