વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં

વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં;


વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં;
લાગણીઓ ના લીસ્ટ વાંચો સાવ ઓછા લાખ ના.

મારું તે મારે જ લેવું તારું તારા નામ નું;
એમ ને એવા ગુના માં આપણે બાકાત માં.

શૂન્ય ને આ અનંત કોઈ એક ક્ષિતિજે ના મળ્યા;
વસવસો તેને થયો છે એક આ આઘાત માં.

ને સદી થી જીંદગી સદંતર અદ્દલ બદલાઈ છે;
લે! મને ચેલેન્જ પકડાવે નવી તાકાત માં.

ટાળવા અથડામણો જો ને;જંગલ પણ ક્યાં ફરે?
નીકળે છે આગ ઝરતી જો વૃક્ષો છે સાથ માં.

મેં શરાફતનામુ એળે મુક્યું છે ત્યારે જ ને;
જ્યારથી તેને મને કહ્યું; રેહ ને ઔકાત માં.

ખુશી

Related posts

Leave a Comment