ભેદ

ભેદ


આંખ સામે ભેદ થાતો હોય છે
એ પછી પડદો પડાતો હોય છે

દોસ્ત,વેશ્યાગારમાં પણ સાંજના
સૌ પ્રથમ દિવો કરાતો હોય છે

રાતના અવશેષ ત્યાં રહી જાય તો?
એ બીકે રસ્તો વળાતો હોય છે

સૌ પ્રથમ તો ગાંઠ પડતી હોય છે
એ પછી છેડો ફડાતો હોય છે

બાળકીની લાશ પણ ક્યાંથી મળી!
જે જગા રાવણ બળાતો હોય છે

સુર્ય ત્યાં પ્હોંચી શકે કેવી રીતે?
જ્યાં ઘુવડ રાજા મનાતો હોય છે

ઋષિ

Related posts

Leave a Comment