ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું, 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં! જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.…
Category: Featured
શું તમે રસ્તે આવતા ખાડાઓથી પરેશાન છો? તો જાણો એક નિવૃત દંપતી આ ખાડા દૂર કરવા કરી રહ્યા છે આવું કામ
હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે પેંશનના પૈસા થી પુરી રહ્યા છે ખાડા નેશનલ: હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી પોતાની પેંશનમાંથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે. હૈદરાબાદ(તેલંગાણા)ના ગંગાધર તિલક અને તેમના પત્ની વૈનકેટેશ્વરી કતનમ છેલ્લા 11 વર્ષોથી તેમની પેંશનના રૂપિયાથી જાહેરમાર્ગ પર પડેલા ખાડા પુરવાનું કામ કરી રહ્યા છે. 74 વર્ષીય તિલકે જણાવ્યું કે, “અમે 11 વર્ષોમાં 40 લાખ રૂપિયા ખર્ચીને સમગ્ર શહેરના કુલ 2030 ખાડા પુરવાનું કામ કરી ચુક્યા છીએ.” તેઓ રેઈલ વે માંથી નિવૃત્તિ બાદ અહીં શિફ્ટ થયાં, રોડ પર…
ધ્રાંગધ્રાના થળા ગામના 200 થી વધુ વ્યક્તિ ‘આપ’ સાથે જોડાયા
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજાઈ મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા અને શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ હાજરી આપી ગુજરાત: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા થળા ગામના 200 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. મિટિંગમાં ‘આપ’ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, અમદાવાદ શહેરી સંગઠન મંત્રી તથા સામાજિક કાર્યકરોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ થળા ગામમાં ‘આપ’ની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, અમદાવાદ શહેરી સંગઠન…
કોણે કરી શગુફતા અલીની આર્થિક મદદ…?
મનોરંજન: શગુફતા અલીને ડાન્સ દીવાના 3 ટીમની તરફથી માધુરી દીક્ષિત પાસેથી 5 લાખનો ચેક મળ્યો. તેમની તબિયત ખરાબ હોવાને કારણે અને કોઈ કામ ન હોવાને કારણે તેઓ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમને આ મદદ ડાન્સ દીવાને 3 ની ટીમ તરફથી મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર કલર્સ ટીવીએ ડાન્સ દીવાને 3 નો એક એપિસોડનો પ્રોમો અપલોડ કર્યો છે, જેમાં શગુફતા અલી જોવા મળે છે. તેમાં શગુફતા પોતાની તકલીફ વર્ણવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો તેના વિશે બોલતા નજર આવે છે/…
રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુ યથાવત
ગુજરાત: રૂપાણી સરકારે આજ રોજ રાત્રિ કર્ફ્યૂ અને લાગુ કરેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઈ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં નિર્ણયો લેવાયા છે. રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા. ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ…
અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા જનચેતનાનાં આંદોલન ભાગ રૂપે ડીઝલ પેટ્રોલનાં વધતા ભાવ સામે વિરોધ દર્શાવ્યો
દેશમાં દરેક ચીજ વસ્તુઓનાં વધતા ભાવો સામે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં કોંગ્રેસના મંચસ્થ મહાનુભવો માસ્ક વગર જોવા મળ્યા હતા ગુજરાત: અત્યારે દેશમાં ચાલી રહેલી મોંઘવારી સામે દેશની તમામ પ્રજા ત્રાહિમાંમ પોકારી રહી છે ખાવા-પીવાની ચીજ વસ્તુઓથી લઇને દરેકમાં વસ્તુઓમાં આજે ભાવ આસમાને પહોંચ્યા છે. ડીઝલ – પેટ્રોલનાં દિવસેને દિવસે કૂદકે ને કૂદકે વધતા જતા ભાવો સામે પ્રજા લાચાર બની છે. આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ જનચેતના આંદોલન દ્રારા વધતા જતા ડીઝલ પેટ્રોલનાં ભાવો સામે વિરોધ દર્શાવ્યો હતો. અમીરગઢ કોંગેસ સમિતિ દ્રારા આજરોજ અમીરગઢ…
ધ્રાંગધ્રાના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં રસ્તો ભૂલ્યા
વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા જતાં વચ્ચે બાઇક થયું બંધ, આખો દિવસ રણમાં ભૂખ્યા-તરસ્યા થયા બેભાન રણમાં કોઈ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા નજીકના ગામના માણસો બંને વ્યક્તિને બચાવવા દોડી આવ્યાં ગુજરત: ધ્રાંગધ્રાના તાલુકાના દલવાડી સમાજના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. રણમાં રસ્તો ભુલતાં આખો દિવસ વીતી જતા ભૂખ્યાં-તરસ્યા રણમાં વલખા મારી રહ્યાં હતાં. તેવામાં નજીકના ગામમાં રણમાં કોઇ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા કેટલાંક માણસો બંને વ્યક્તિને બચાવા દોડી આવ્યાં હતાં. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના અને ધ્રાંગધ્રાના દલવાડી સમાજના બે વ્યક્તિ સવારે…
ધ્રાંગધ્રાના વોર્ડ 4માં આવેલી ખૂલ્લી ગટરમાં ગાય પડી જતાં તાત્કાલિક JCB મારફતે ગાયને બહાર કાઢવામાં આવી
ગટરમાં ગાય ખાબકી હોવાની આ ચોથી ઘટના, અનેક વખત બાળકો, વૃદ્ધ અને ગાયો પડવા છતાં તંત્ર ઊંઘમાં નજીકમાં શાળા અને આંગણવાડી હોવાથી બાળકોના વાલીમાં છવાયો રોષ, “અમારા બાળકોની જવાબદારી કોણ લેશે??” ગુજરાત: ધ્રાંગધ્રા વોર્ડ નંબર 4 માં આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો હતો. ગટર ખૂલ્લી હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ગટરમાં પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અવર-નવર ગાય ગટરમાં પડી જતી હોવા છતાં ખૂલ્લી ગટરને ઢાંકવાનો તંત્ર પાસે સમય જ નથી. ઉપરાંત કે, આ વિસ્તારમાં શાળા નંબર 7 અને આંગણવાડી…
‘કોરોનાની ત્રીજી લહેર’ અને આમિરની ત્રીજી પત્ની સાથે આવશે’ આ લોકોએ ફાતિમાને પાઠવી શુભેચ્છાઓ
મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવના છૂટાછેડાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી સસ્પેન્સ જ છે. એક સમયે કિરણ રાવમાં આમિરને અસલ મહોબ્બત દેખાતી હતી. આમિર ખાન અને કિરણ રાવનો સંબંધ 15 વર્ષમાં પૂરો થઈ જશે એ વાત તેમના ચાહકોને પચી નથી. આમિર ખાન કિરણને ખૂબ પ્રેમ કરતો હતો. એક સમયે આમિરના આવા શબ્દો હતા : ‘ હું પોતાની લાઈફને કિરણ વગર અધૂરી સમજું છું. હું તેના વગર મારી લાઈફની કલ્પના પણ નથી કરી શકતો’. બોલીવૂડના સુપરસ્ટાર આમિર ખાન ફિલ્મોની…
કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ તમારા મોબાઈલમાં જ છે, આ રીતે મેળવો સર્ટિફિકેટ
તમે કઈ વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે કઈ તારીખે વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે ક્યાં સ્થળેથી વેક્સિન લીધી છે એ પણ ખબર પડશે કોરોનાને ફેલાતો અટકાવવા કોરીનાની વેક્સિન લેવી અત્યંત જરૂરી બને છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાનાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. માટે કોરોનાની વેક્સિન મેળવી લેવું જરૂરી થઈ પડે છે. આ સાથે કોરોનાની વેક્સિન લીધા પછી પણ ઘણાને જાણ નથી કે કઇ રીતે સર્ટિફિકેટ મેળવવું તો જાણો આ પ્રમાણે મળે છે કોરોનાનું પ્રમાણપત્ર લોકો google માં covid certificate…