26 ગુજરાત બટાલિયન NCC દ્વારા યોજાયો “બ્લડ ડોનેશન કેમ્પ”

26 ગુજરાત બટાલિયલ
  • NCC ડે મનાવ્યાં બાદ બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો
  • ઉપસ્થિત NCC કેડેટ અને આર્મી PI સ્ટાફે કરાવ્યું બ્લડ ડોનેટ

ગુજરાત: સુરેન્દ્રનગર એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NCC હેડક્વાર્ટરની “26 ગુજરાત બટાલિયન, એન. એન. સી.”દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે NCC ડે મનાવ્યાં બાદ આજ રોજ સવારે 26 ગુજરાત બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં NCC કેડેટ અને આર્મી PI સ્ટાફના જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલું.

26 ગુજરાત બટાલિયલ
26 ગુજરાત બટાલિયન, સુરેન્દ્રનગર

ગઈ કાલે NCC ડે હોય તેની ઉજવણીના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કેટલાક NCC કેડેટ અને દસથી વધારે PI સ્ટાફ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિવિધ મીડિયા કર્મીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત તમામને સ્વૈચ્છિક બ્લડ ડોનેટ કરવા માટે જણાવ્યુ હતું. તેમાં બ્લડ ડોનેટ કરનાર NCC કેડેટનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ ચાલી રહેલી કોરોના મહામારી સામેની યોગ્ય તકેદારી રાખીને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment