છત્તીસગઢમાં માઓવાદી હુમાલામાં ૨૩ સૈનિકો શહીદ થયા

પ્રતિકાત્મક તસવીર

નેશનલ: છત્તીસગઢમાં સુકમા-બીજાપુર જીલ્લાઓમાં સરહદી વિસ્તાર જગરગુંડામાં માઓવાદી હુમાલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. આ ઓચિંતા હુમલામાં રપ થી વધુ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આજે તેકુલગુંડાનજીક એક શોધ અભિયાનમાં CRPF અને DRGના શહીદ જવાનોના પાર્થિવ દેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે. એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મૃતદેહો મળી આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા આદેશકર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અથડામણમાં સુરક્ષાકર્મીઓના મૃત્યુ અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે. એક સંદેશમાં શ્રી કોવિદેકહયું કે, દુઃખની આક્ષણમાં સમગ્ર દેશ તેમની સાથે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે તેઓ માઓવાદીઓ સામે લડવામાં શહીદ થયેલા જવાનો અને તેમના પરીવારજનો માટે પ્રાર્થના કરી રહયાં છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહયું કે બહાદુર જવાનોના બલિદાનને કયારેય નહી ભુલાય. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરતાં કહયું કે જવાનોના આ બલીદાનને કયારેય ભુલવામાં નહી આવે.

ગૃહમંત્રી અમિત શાહે શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપી અને તેમના પરીવારજનો માટેશોક વ્યકત કર્યો હતો. તેમણે ઇજાગ્રસ્તો જડપી સાજા થાય તેવી કામના કરી. ગૃહમંત્રીએ એમ પણ કહયું કે, દેશશાંતી અને વિકાસના દુશ્મનો સામેની લડાઇ ચાલુ રાખશે.

Related posts

Leave a Comment