ગુજરાત: તારીખ ૧૨ જાન્યુઆરીનાં રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે આરોગ્યકર્મીઓએ પગારમાં થતા કાપને અનુલક્ષીને કલેક્ટરને આવેદનપત્રમાં જણાવાયું હતું કે..
“આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિગ તરીકે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (FHW) તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને સરકાર દ્રારા અપાતો પગાર જે-તે એજન્સીને પુરતો ચુકવવામાં આવતો હોય છે પરંતુ તે પગાર કોન્ટ્રાક કંપની દ્વારા પગાર કાપીને આપવામાં આવે છે.”
FHWનો માસીક પગાર રૂ.૧૮,૯૭૬ એજન્સીને મળે છે અને એમને રૂ.૧૦,૦૦૦ અપાય છે.તેમજ MPHW ને રૂ.૧૮,૦૪૩ એજન્સીને મળે તેમાંથી રૂ. ૮,૭૮૮ રૂપીયા અપાય છે. આમ એક FHWનાં કર્મચારી પાછળ રૂ. ૮,૯૪૫ અને MPHWનો રૂ. ૯,૨૫૫ જેટલો પગાર જે-તે કોન્ટ્રાક એજન્સી શોષણ કરતી હોય છે એવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. સાથે વધુમાં આવેદનપત્રમાં દર્શાવાયું છે કે ‘ બે મહિનાનો પગાર નવેમ્બર-ડિસેમ્બરનો બાકી હોય તો બાકી પગાર તેમજ સરકાર દ્રારા નકકી કરીને અપાતો પગાર શોષણ થયા વગર સૌ આરોગ્યકર્મીઓને મળે એવી આશા રાખી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી આ આરોગ્ય કર્મીઓ આ શોષણનો ભોગ બની રહ્યા છે અને આ ગોધરાનું આવેદનપત્ર આજે નજર સમક્ષ આવ્યું આવા કેટકેટલાય આવેદનપત્રો આપણો શોષિતવર્ગ આપતો રહ્યો હશે.