એસ.આર.મહેતા કોલેજે કર્યા હાથ ઉંચા કહ્યું: એડમિશન નહીં આપીએ : વિધાર્થી સંગઠન ABVP વિધાર્થીઓ સાથે

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે એસ.આર.મહેતા કોલેજ

ABVP નાં કાર્યકરોએ કરી વાઈસ ચાન્સેલરને રજૂઆત

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહ્યી છે અને વિધાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે.પરંતુ એસ. આર. મહેતા આર્ટસ કોલેજે વિધાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિધાર્થી પરીષદ’ને પરિપત્ર મોકલી આપ્યો હતો. જેમાં કોલેજનાં સત્તાધીશો દ્રારા કોલેજમાં ચાલતા રિનોવેશનને કારણે માત્ર 266 વિધાર્થીઓને જ પ્રવેશ આપ્યો છે અને બીજા વિધાર્થીઓને પ્રવેશ આપ્યો નથી. આપને જણાવી દઈએ કે કુલ સીટ 480 છે.

એસ.આર.મહેતા કોલેજે ABVPને લખેલ પરિપત્ર

“અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ,

વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.આર.મહેતા આર્ટસ કોલેજના પ્રથમ વર્ષ બી.એ. સેમ-1માં 266 વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપી શક્યા છીએ કારણકે કોલેજમાં નવીનીકરણની પ્રક્રિયા ચાલુ છે તેથી બાકીના જે વિદ્યાર્થીઓ એલોટમેન્ટ લેટર સાથે આવેલ છે તેઓને પ્રવેશ આપી શકતા નથી તે બદલ દિલગીર છીએ.”

બીજી તરફ ABVP નાં વિધાર્થી નેતાઓએ આનો ઉગ્ર વિરોધ કર્યો હતો, અને યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરનો ઘેરાવો કર્યો હતો અને માંગ કરી હતી કે વિધાર્થી હિતમાં યુનિવર્સિટી નિર્ણય લે.

– યુનિવર્સિટીને ABVPનાં પ્રમુખ દિવ્યપાલસિંહનો પરિપત્ર

આ પરિપત્ર સાથે વિધાર્થી સંગઠન ABVP નાં કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરને આ પરીપત્ર આપીને મૌખિક રજુઆત કરી છે અને વાઈસ ચાન્સેલરે વિધાર્થી સંગઠનની વિધાર્થી હિતની વાતનો સ્વીકાર કરી એસ.આર.મહેતા આર્ટસ કોલેજનાં તમામ વિધાર્થીને પ્રવેશ અપાશેની જવાબદારી લીધી છે.

આ સાથે જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરી છે કે..

1.અલોટેડ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ગ્રાંટ ઇન એઇડ કે સરકારી કૉલેજમાં પ્રવેશ આપવની વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે.

2.S R મહેતા આર્ટસ કૉલેજ (નવગુજરાત કેમ્પસ) પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા ચાલતી બધી સેલ્ફ ફાઈનાન્સ કૉલેજોનાં અફીલશન રદ કરવામાં આવે અને ભવિષ્યમાંમાં પણ કોઈ સેલ્ફ ફાઈનાન્સ કૉલેજ ને મજૂરી ના આપવામાં આવે.

આ માંગો તાત્કાલિક ધોરણે ને ના સંતોષવામાં આવી તો વિદ્યાર્થીઓ ને સાથે લઈ ABVP ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે.


આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે


આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા


Related posts

Leave a Comment