સમાચાર

રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત, સમયમાં 1 કલાકની રાહત

કોરોના વાયરસની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યુંની જહેરાત 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી હતી. આ રાત્રી કર્ફ્યું હવે લંબાવવામાં આવ્યો છે. તા.28 ફેબ્રુઆરી સુધી ચારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. રાજ્યનાં ચાર મહાનગરોમાં હાલ રાત્રે 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો આજે છેલ્લો દિવસ છે. જોકે રાજ્યનાં બાકીનાં નાના મોટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ કરફ્યૂ નથી. ત્યારે આજે આ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે. તા.28 ફેબ્રુઆરી સુધી રાત્રીનાં 12થી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત રહેશે.…

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં સૌ પ્રથમ વખત બૌદ્ધ વિધિથી લગ્ન થયાં

ગુજરાત: 14 ફેબ્રુઆરીનાં રોજ ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં રહીશ હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં સુરેન્દ્રનગરનાં મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ વિહારનાં ભંતેજી પંથીક શ્રેસ્ટીજી અને સી. ડી. ડોરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમરબોધિ બુદ્ધ વિહાર’ સુરેન્દ્રનગર દ્વારા વિવાહમંગલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. રાજચરાડી ગામમાં સૌપ્રથમ વખત બૌદ્ધ વિધિ અનુસાર લગ્ન કરવામાં આવ્યાં છે. ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં ગત રવિવારનાં રોજ સુરેન્દ્રનગરનાં રહીશ મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ…

લગ્ન પહેલા દિયા મિર્ઝાએ શેર કર્યા મહેંદીનાં ફોટો

મનોરંજન: બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરી સોમવારે વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ દીયાનાં લગ્નનાં સમાચાર આવ્યા છે, ત્યારથી તે અચાનક ચર્ચામાં આવી ગઈ છે. હવે લગ્ન પહેલા દીયાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદીની એક સુંદર તસવીર શેર કરી છે. દીયાએ આ તસવીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને તેની સાથે ‘પ્યાર’ પણ લખ્યું છે. દીયા અને વૈભવનાં લગ્ન પહેલા લગ્ન પહેલાનાં ફંક્શન્સ ચાલી રહ્યા છે. આ લગ્નમાં ફક્ત દિયા અને વૈભવનાં પરિવારના જ નજીકનાં મિત્રો સામેલ થવા જઇ રહ્યા છે. લગ્ન પહેલાની પાર્ટીની…

અમીરગઢ પગાર કેન્દ્ર શાળા-1 દ્વરા ધોરણ 6થી 8નાં બાળકને શેરી શિક્ષણ આપવામાં આવ્યું

ગુજરાત: અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાએ ન બોલવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરાયું હાતું જેથી બાળકોને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોનાં જીવ ન જોખમાય તે હેતુ ને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1નાં તામામ શિક્ષકો દ્રારા બાળકો શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધો.8નાં બાળકો ને સોશિયલ ડિસ્ટન્સ અને ફરિજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકો નું વર્ષે ન બગડે અને લાંબા સમય થી સ્કૂલે ન જતા બાળકોનાં મન…

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ!

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG,બ્લ્ડ ટેસ્ટ સહિતનાં રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો RTPCR  રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. CM Vijay Rupani જાહેર સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા | Live Video હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8નાં વર્ગખંડો શરૂ

18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8નાં વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે ગુજરાત: રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ…

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારત ડબલ્સની પ્રથમ મેચ હારી જતા સ્પર્ધામાંથી બહાર

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.

नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા

અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…

પ્રેમ…ઇશ્ક…પ્યાર…મહોબ્બત…

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો! વેલેન્ટાઇન દિવસ એટલે કે 14, ફેબ્રુઆરી- આવ્યા પહેલાંનું એક આખું અઠવાડિયું પ્રેમનું સપ્તાહ તરીકે ઉજવાય ખરું! પાછા જાત – જાતનાં દિવસો આવે અને યુવા દિલો એને હોંશે હોંશે ઉજવે! તો આજનાં લેખમાં… અમે કરીશું પ્રેમની વાતો અને તમે કરજો પ્રેમ.. એવું કરીએ! તો બીજી કોઈ જ આડી-અવળી વાત કર્યાં વગર વિશ્વભરનાં ફિલસૂફો, લેખકો, કવિઓ, વિચારકોએ પ્રેમ વિશે શું કહ્યું છે એ જ વાંચો! તમે વિચારી રહ્યાં છો કે પ્રેમ થોડો કંઈ ચર્ચા કરવાનો- વાચવાનો વિષય છે… હાં, સાચું..ચર્ચા કરવાનો વિષય નથી..પણ છતાંય સૌથી વધારે કોઈ…

‘કૂકડે કૂક’ એક પ્રયોગ

‘કૂકડે કૂક’ એક પ્રયોગ છે, બાળ સાહિત્યિક સામયિકનો. ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં ‘ મીડિયા રીસર્ચ પ્રોજક્ટ’ અંતર્ગત આ સામયિક બનાવવાનો પ્રયોગ કર્યો છે. આ સામયિકને અનુરૂપ પ્રશ્નોનાં જવાબ ચોક્કસ આપજો. કૂકડે કૂક – જાન્યુઆરી ૨૦૨૧ (આપના અભિપ્રાયો બાદ, સુધારા- વધારા સાથે અંક-૨ ‘ પ્રત્યક્ષ સમાચાર’ અને અન્ય સંસ્થાઓનાં સૌજન્યથી જાહેર થશે.) પ્રશ્નોનાં ઉત્તર આપવા માટે અહીં ક્લિક કરો.