ઈકબાલગઢ રેહાન ગાદલા ભંડારમાં લાગી આગ…..

  • દિવાળી સમયે ગાદલા ભંડારમાં આગ લાગતાં રહીશોમાં ભય..
  • આસપાસ ના લોકો એ એકત્ર થઈ આગ બુજવી

ગુજરાત:અમીરગઢ તાલુકાના મુખ્ય વડુમથક ઈકબાલગઢ મેન બજાર માં મસ્જિદ પાસે આજે વહેલી સવારે રેહાન ગાદલા ભંડારમાં અચાનક્ સોક સર્કિટથી આગ લાગતા દુકાન માં પડેલા તમામ ગાદલા તથા અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગયા હતી. લાગેલ આગ ના કારણે ગરીબ પરિવાર પર મોટી આફત આવી પડી. સામી દિવાળી એ પરિવાર ને મોટું નુકશાન થતા ગરીબ પરિવારના સભ્યો ધ્રુસકાભેર રડી પડ્યા.

ગાદલા ભંડારના માલિકને સવારે જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે આવી ગયા હતા. અને આજુબાજુના લોકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી હતી. પરંતુ આગના કારણે દુકાન માલિકને અણધારી બે લાખના નુકસાનનો અનુમાન થઇ છે.

ત્રણ દિવસ બાદ દિવાળીના તહેવાર છે ઈકબાલગઢ અમીરગઢ બજારમાં ફટાકડાની દુકાન તેમજ લારીઓ રાફડો ફાટી નીકળ્યો. હામારત ફટાકડાની દુકાનમાં કે લારીમાં થાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. તો તેમ દ્વારા પાસ પરમીટ વાળા ફટાકડા ની દુકાન સથવારે બંધ કરવે અને લોકોને ભય મુક્ત બનાવે તેવી જનમાંગ ઉઠી છે. તેમજ સરકાર દ્વારા સહાય કરવામાં આવે એવી ગરીબ પરીવાર સહાય કરે.

Related posts

Leave a Comment