ગુજરાતમાં બાળકોને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ

ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. હવે બાળકોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજ્યમાં નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણમાં બે વર્ષની બાળકી સહીત 3 બાળકોના મૃત્યુ થયાં છે. જયારે અમદાવાદ સિવિલમાં હાલ 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. 11માંથી બે બાળકોની તબિયત નાજુક છે.

સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સુરતમાં એક બાળકએ કોરોનામાં જીવ ગુમાવ્યો અને એક બાળક વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ, રાજકોટ શહેરમાં 15 દિવસ થી રોજ 25 જેટલા બાળકોના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે. જન્મની સાથે જ 2 થી 7 દિવસના નવજાતને ચેપ લાગ્યો. 500 જેટલાં બાળકો કોરોનાગ્રસ્ત થયાં છે. હાલ સિવિલમાં 16 બાળકો સારવાર હેઠળ છે. 60% બાળદર્દીઓની વય પાંચ વર્ષથી નાની છે. આથી બાળદર્દીની સંભાળ રાખવા માટે માતા – પિતાએ હોસ્પિટલમાં રહેવું પડે છે.

Related posts

Leave a Comment