ઐતિહાસિક અને પુરાતત્વમાં નોંધાયેલ પ્રતાપપુરનું ચંદ્રાસર તળાવ આજે નષ્ટ થવાને આરે !

  • તળાવમાં તૈયારી કરી ગામનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં સ્ટેટ અને નેશનલ ક્ષેત્રે મેડલ જીત્યા છે
  • રાજ્ય સરકાર કે પુરાતત્વ વિભાગ તળાવને સાચવવાની જવાબદારી ક્યારે લેશે?

ગુજરાત: ધ્રાંગધ્રાનાં પ્રતાપપુર ગામમાં આવેલું અસ્ટકોણીય આકારનું ચંદ્રાસર તળાવ ઘણા વર્ષો જૂનું છે. સ્થાનિકોનું એવું માનવું છે કે, ચંદ્રાસર તળાવ ભૂત દ્વારા તૈયાર કરવામાં આવેલું. તળાવ ક્રિકેટનાં સ્ટેડિયમ માફક દેખાય છે. તળાવની મદદથી ગામની પ્રાથમિક શાળાનાં ઘણા વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ક્ષેત્રની પ્રતિયોગીતામાં ભાગ લઈને મેડલ જીત્યા છે. પરંતુ આજે આ તળાવ નષ્ટ થવાને આરે છે. તળાવ હવે તૂટવા લાગ્યું છે અને તળાવનું પાણી પણ હવે પીવા કે વપરાશ લાયક રહ્યું નથી. રાજ્ય સરકાર કે પુરાતત્વ વિભાગ આ પ્રાચીન સ્મારકને સાચવવાની જવાબદારી લઈ રહ્યું નથી.

પ્રાચીન સ્મારકો અને પુરાતત્વનાં સ્થળોનું જતન કરવું આપણી નૈતિક જવાબદારી છે. 550 વર્ષ પહેલાં ધ્રાંગધ્રા તાલુકાનાં પ્રતાપપુર ગામમાં એક અષ્ટકોણીય આકારમાં તળાવ બનાવામાં આવ્યું હતું. જેને આજે ચંદ્રાસર તળાવ નામથી ઓળખવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ તળાવ “ભૂત” દ્વારા બનાવામાં આવેલું. ત્યારબાદ તેને હળવદના રાજા ઝાલા રાજવી ચન્દ્રસિંહજી દ્વારા બાંધકામ કરવામાં આવેલું. આમ તેમના નામ પરથી તળાવનું નામ રાખવામાં આવ્યું હતું. લોક વાયકા પ્રમાણે એવુ કહેવાય છે કે, એક જ રાતમાં ભુતે ત્રણ તળાવ બનાવ્યા હતા. ચંદ્રાસર તળાવને કાંઠે નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. તળાવની પૂર્વ અને પશ્ચિમે વિશાળ ધ્વજ સ્થંભ ગોઠવી શકાય એવા ટોડા છે.

ચંદ્રાસર તળાવની મદદથી ગામનાં ઘણા વિદ્યાર્થીઓ સ્ટેટ અને નેશનલ કક્ષાએ સ્વિમિંગમાં મેડલ મેળવ્યા છે. ગામની શાળાનાં વિદ્યાર્થીઓ ચંદ્રાસર તળાવમાં તરવાનું શીખીને ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ ક્ષેત્રે સ્વિમિંગ પ્રતિયોગીતામાં ભાગ લઈને ઘણી સફળતા હાંસિલ કરી છે. પરંતુ આજે આ તળાવ નષ્ટ થવાને આરે આવ્યું છે. તળાવ હવે તૂટવા લાગ્યું છે અને તળાવનું પાણી પણ હવે પીવા કે વાપરવા લાયક રહ્યું નથી. તળાવમાં પાણી ગંદુ રહેવાથી સ્વિમિંગની તૈયારી પણ બંધ થઈ રહી છે. પરંતુ તળાવનાં સમારકામ માટે કોઈપણ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. ગામ વહીવટી પુરાતત્વની આ નિશાનીને સાચવવાની જહેમત લેતા નથી. આ સ્થળ આપણા વારસાનો મહત્વનો હિસ્સો છે. ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વનાં સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત તેની જાળવણી કરવી આપણી ફરજ છે.


ચંદ્રાસર તળાવમાં તરવાનું શીખીને ગામનાં કેટલાય વિદ્યાર્થીઓએ સ્વિમિંગ ક્ષેત્રે પ્રસિદ્ધિ હાંસિલ કરી છે. ગામની શાળાકીય ટુર્નામેન્ટ અને ખેલમહાકુંભ જેવી રમતસ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ સ્વિમિંગ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં, ગામની શાળાનાં 900 વિદ્યાર્થીઓ સ્ટેટ કક્ષાએ રમ્યા છે. તેમાંથી 65થી વધુ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે. અન્ય 55 જેટલા વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ રમ્યા છે. જેમાં ઘનશ્યામ માતરીયા સ્વિમિંગમાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ વિજેતા છે. જે આજે રાજકોટ ખાતે એક ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. ગામનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્ટ કક્ષાની સ્વિમિંગ રમતસ્પર્ધામાં રમ્યા છે. ગામનાં 60 વર્ષનાં પ્રતિયોગી પણ ખેલમહાકુંભ રમતસ્પર્ધામાં ભાગ લે છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા પ્રતાપપુરનાં વતની જીણીબહેનનું સન્માન નરેન્દ્ર મોદીનાં હસ્તક કરવામાં આવેલું. પરંતુ આજે આ તળાવ તૂટતું જાય છે. તેથી અમારા દ્વારા પુરાતત્વ વિભાગ, ગાંધીનગર ખાતે જઈને રજૂઆત કરવામાં આવેલી. તેવોએ જણાવેલું કે, “અમારી પાસે જ્યારે એન્જીનીયર આવશે ત્યારે સર્વે કરાવીને પછી કામગીરી કરીશું.”

શ્રી કરશનભાઈ સેખલીયા
આચાર્ય, પ્રતાપપુર

Related posts

Leave a Comment