બાલિકા વધુ ફેમ અવિકા કરી રહી છે એક્સ રોડિઝને ડેટ, જાણો શું છે તેની રોમેન્ટિક કહાણી

મનોરંજન: અવિકા ગોરએ કલર્સ ટીવીનાં પ્રચલિત શો ‘બાલિકા વધુ’માં આનંદીની ભૂમિકા ભજવીને ખ્યાતિ પામી હતી. આ શોની આનંદી અને જાગીયા(જગદીશ)ની જોડીને લોકોએ ખૂબ વખાણી હતી. એ સમયે આનંદી ઉર્ફ અવિક ફક્ત 11 વર્ષની હતી.

આનંદી હવે યુવાવયે પહોંચી ચૂકી છે અને એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટને ડેટ કરી રહી છે. અને પોતાના સોશિયલ મીડિયામાં એક બીજા સાથેનાં રોમેન્ટિક ફોટો પણ મૂકે છે.

તમને જણાવી દઈએ કે અવિકાનો જન્મ 30 જુન 1997નાં રોજ થયો હતો. તે મૂળરૂપે ગુજરાતી પરિવારમાંથી આવે છે. પરંતુ વર્ષોથી મુંબઇમાં રહે છે અને તેનો જન્મ પણ મુંબઈ માંજ થયો છે. અવિકાને ડાન્સિંગ અને સિંગિંગનો ખૂબ સોખ છે. મિસ યુનિવર્સ બનવાની ઈચ્છા ધરાવતી અવિકાએ સ્કૂલિંગ પછી માસ કમ્યુનિકેશન અને ડિરેક્શનનો અભ્યાસ કર્યો છે.

આ સિવાય અવિકાએ ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘કિચન ચેમ્પિયન’, અને ‘ઝલક દિખલાજા’ જેવા શોમાં પણ ભાગ લીધો હતો. તે સાથે અનેક સિરિયલ અને ફિલ્મોમાં નાની મોટી ભૂમિકા ભજવી છે.

જો તેની પર્સનલ લાઈફ વિષે વાત કરવામાં આવે તો તે હાલમાં મિલિન્દ ચાંદવાણીને ડેટ કરી રહી છે. આ વિષેની જાણકારી અવિકાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ખૂલશો કર્યો છે. આ સાથે દરિયા કિનારે એક બીજાનો હાથ પકડી પ્રેમમાં ગળાડૂબ હોય તે રીતેનો રોમેન્ટિક ફોટો અપલોડ કરી પોતાના સંબંધ અને લાગણીઓ વિષે લખ્યું હતું. અને ભગવાનનો આભાર માણ્યો હતો કે મિલિન્દ જેવો પાર્ટનર ટેને મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

Leave a Comment