બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની પુત્રી ઝારા ખાનને ઇન્સ્ટાગ્રામ પર મળી બળાત્કારની ધમકીઓ

  • સલમા આગાની પુત્રીને મળી બળાત્કારની ધમકીઓ
  • પોલીસ ફરિયાદ દાખલ થતાં આરોપીનું નામ આવ્યું સામે
  • આરોપી એક રાજકીય પાર્ટી માટે છે કાર્યરત

મનોરંજન: પાકિસ્તાનમાં જન્મેલી બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની પુત્રી ઝારા ખાને ઇન્સ્ટાગ્રામ પર મળેલ બળાત્કારની ધમકીઓ અંગે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બોલીવુડ હંગામાનાં એક અહેવાલ મુજબ, ઝારાની ફરિયાદની તપાસ કરતી વખતે પોલીસને ખબર પડી કે ધમકીઓ આપનાર હૈદરાબાદની 23 વર્ષીય MBAની વિદ્યાર્થીની છે. ઓશીવારા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરએ જણાવ્યું કે ફરિયાદ બાદ સાયબર સેલને માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થાનિક IP એડ્રેસ બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ નૂરા સરવર છે, જેણે ઇન્સ્ટાગ્રામ પર ફેક પ્રોફાઇલ બનાવી રાખી હતી.

પોલીસને એ પણ ખબર પડી છે કે નૂરા અને તેના સહકાર્યકર રાજકીય પક્ષ માટે કામ કરે છે અને ઝારા ખાનને તેઓ જ ધમકી આપી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ઝારા ખાને બોલિવૂડમાં અર્જુન કપૂરની ઑપોઝિટ ફિલ્મ ‘ઓરંગઝેબ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો. આ પછી તેણે ‘દેશી કટ્ટા’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

Leave a Comment