- NSUIએ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ સમક્ષ કરી રજુઆત
- હાલની પરિસ્થિતીને અનુલક્ષીને કરવામાં આવી માંગણી
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ 8 તારીખથી શરૂ થવાની છે. ત્યારે NSUIએ કુલપતિને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, હાલનાં સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન થયું છે, જેમાં અમુક વિધાર્થીઓ આ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકયા નથી. તેમજ ઘણાં સંસ્થાનોમાં અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો નથી. માટે 8 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓને પાછી ઠેલવવામાં આવે.
અન્યમાં ઉમેર્યું છે કે, કોરોના મહામારીનાં કારણે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગેલું છે. માટે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને તકલીફ પણ પડી શકે તેમ છે. વિદ્યાર્થીઓને બસની સુવિધાઓમાં અગવડતાનો સામનો કરવો પડી શકે તેમ છે.
આ ઉપરાંત જણાવ્યુ છે કે જો આ માંગણીઓને પૂરી કરવામાં નહીં આવે તો NSUI દ્વારા યુનિવર્સિટીનાં તમામ કેન્દ્રોની તાળાબંધી કરવામાં આવશે.
આજ રીતે ‘યૂથ કોંગ્રેસ’ દ્વારા પરીક્ષા ફોર્મ બાબતનો પરિપત્ર યુનિવર્સિટીમાં આપવામાં આવ્યો . જેમાં તેમની માંગણી છે કે બી.કોમ સેમેસ્ટર 5નાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર હતી. પરંતુ વર્તમાન સંજોગોનાં કારણે અનેક વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શક્યા નથી.માટે, તેઓની લેઇટ ફી સ્વીકારી અને પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવે.