આ 4 ટીમો વચ્ચે રમશે પ્લે ઓફના મેચ, જાણો ક્યારે અને ક્યાં રમવામાં આવશે આ મેચ

  • 5 નવેમ્બરથી શરૂ થશે પ્લે ઓફ મેચ
  • ક્વોલિફાયર 1માં મુંબઈ દિલ્લી કેપ્ટલ્સ સામે રમશે
  • સનરઈઝર્સ હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે એલિમિનટર મેચ રમશે

સ્પોર્ટ્સ: SRHની શાનદાર જીત બાદ તે પ્લે ઓફમાં આવી ગયું છે. જ્યારે ચેન્નઈ, પંજાબ અને રાજસ્થાનની ટીમ આઇપીએલ2020માંથી બહાર થઈ ગઈ છે.

આઈપીએલ ક્વોલિફાયર મેચ:

હવે પ્લેઓફ 5 નવેમ્બરથી શરૂ થશે. આઈપીએલ 2020 ના ક્વોલિફાયર 1 માં મુંબઇ ઇન્ડિયન્સ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે રમશે. 6 નવેમ્બરના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે હરીફાઈ કરશે, આ મેચ અબુધાબીમાં રમાશે. આ ઉપરાંત ક્વીફાયર 2 ની મેચ 8 નવેમ્બરના રોજ રમાવાની છે. આ સાથે આઈપીએલ 2020 ની ફાઇનલ 10 નવેમ્બરના રોજ દુબઇ સ્ટેડિયમમાં જ રમાશે.

Related posts

Leave a Comment