ઓસ્કર એવોર્ડમાં ‘લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ’ કેટેગરીમાં શોર્ટફિલ્મ ‘શેમલેસ(Shameless)’ ને દાવેદાર બનાવવામાં આવી

  • આ શોર્ટ ફિલ્મમાં ‘સયાની ગુપ્તા’, ‘ઋષભ કપૂર’ અને ‘હુસેન દલાલ’ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા
  • ફિલ્મ ‘કીથ ગોમ્સ’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે
  • આ ફિલ્મની સ્ટોરી એક રોમાંચક કૉમેડી પર આધારિત છે

મનોરંજન: આવતા વર્ષે યોજાનાર ’93માં ઓસ્કર એવોર્ડ સમારોહ’માં ભારતની મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ની ઓસ્કર એવોર્ડમાં એન્ટ્રી બાદ ભારતની એક અન્ય ફિલ્મ પણ ઓસ્કર એવોર્ડની રેસમાં દાવેદાર બની ચુકી છે. ‘લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ’ કેટેગરીમાં ભારતીય શોર્ટફિલ્મ ‘શેમલેસ’ ને એન્ટ્રી આપવામાં આવી છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર:


આ શોર્ટ ફિલ્મમાં ‘સયાની ગુપ્તા’, ‘ઋષભ કપૂર’ અને ‘હુસેન દલાલ’ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ ‘કીથ ગોમ્સ’ દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે.
જેમણે અગાઉ ‘કિક’, ‘હે બેબી’, ‘ટેક્સી નં. 9211’, ‘નોકઆઉટ’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

ફિલ્મ વિશે બ્રીફિંગ:


આ શોર્ટ ફિલ્મની લેન્થ ’15 મિનિટ’ છે. આ ફિલ્મની સ્ટોરી એક રોમાંચક કૉમેડી પર આધારિત છે. ફિલ્મ ‘પિઝા ડિલિવરી ગર્લ’ અને ‘ઘરેથી કામ કરવાવાળા (વર્ક ફ્રોમ હોમ) પ્રોફેશનલ્સ’નાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, ટૅકનોલોજીએ કેવી રીતે લોકોમાં ખોટા ફેરફાર કર્યા છે.

Leave a Comment