3 નવેમ્બરના રોજ દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ ગુજરાતની 8 માંથી 8 બેઠકો ઉપર BJPને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે રાજનીતિ: 3 નવેમ્બરના રોજ યોજાયેલા 11 રાજ્યોની 56 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોવિડ -19નો રોગચાળો હોવા છતાં સારું મતદાન થયું હતું. પેટા-ચૂંટણીઓ છત્તીસગ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં યોજાઇ હતી. તો જાણો ગુજરાતની દરેક વિધાસભાના વિજેતાઓનું લિસ્ટ. ગુજરાત: મતદાન ક્ષેત્ર પાર્ટી વિજેતા અબડાસા ભાજપ જાડેજા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ ડાંગ ભાજપ પેટલ વિજયભાઈ રમેશભાઈ ધારી ભાજપ કાકડિયા જે.વી ગઢડા ભાજપ આત્મારામ મકનભાઈ પરમાર કપરાડા ભાજપ…
Category: રાજનીતિ
જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના પ્રચાર માટે ગ્વાલિયર પહોંચેલા સચિન પાયલોટ સાથે ભેટો થતાં, કહ્યું – લોકશાહીમાં …
MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ સચિન પાયલોટ સાથે કરી મુલાકાત સિંધિયાએ કહ્યું “સચિન પાયલોટનું મધ્ય પ્રદેશમાં સ્વાગત છે” મધ્ય પ્રદેશમાં 3 નવેમ્બરના રોજ 28 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવાની છે નેશનલ: ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું હતું કે તેઓ ગ્વાલિયરમાં તેમના પૂર્વ સાથીદાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઇલટને મળ્યા હતા. પેટા ચૂંટણીમાં પ્રચાર માટે મધ્યપ્રદેશમાં તેમનું સ્વાગત છે. પાઇલટ કોંગ્રેસના પ્રચારમાં જોડાવા માટે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. ગત માર્ચમાં કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયેલા સિંધિયાએ પીટીઆઇ ભાષા સાથે વાત કરતાં કહ્યું હતું કે “હું તેમને…
“મિત્ર વિશે કેવી રીતે વાત કરવી તે પણ નથી જાણતા?” ભારતને ગંદુ કહેવાં બાબતે બિડને ટ્રમ્પને સંભળાવ્યું
US ચૂંટણીમાં ભારત દેશની ચર્ચા બની વિવાદ ભારત દેશ બની શકે છે હાર જીત માટે નિર્ણાયક ટ્રમ્પે ભારતને ‘ગંદુ’ કહ્યું હતું જેના કારણે અમેરિકના રાજકારણમાં ગરમાગરમી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય હરીફ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને ચૂંટણી પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મિત્રો વિશે કેવી રીતે વાત કરવી તે પણ તેમને ખબર નથી. છેલ્લી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં જો બિડેને ભારતને ગંદા કહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ વૈશ્વિક મુદ્દાઓને સમજી શકતા નથી. જો બિડેને કહ્યું કે ટ્રમ્પને ખબર નથી…
અમેરિકામાં મતદાન દિવસ પહેલા જ 4 કરોડથી વધુ લોકોએ મત આપી ચૂક્યા છે
અમેરિકાની ચૂંટણીના 12 દિવસ પહેલાજ 21 લાખ લોકોએ મતદાન કરી નાખ્યું ગત ચૂંટણી કરતાં આ આંકડો બમણો આ વર્ષે અમેરિકાની ચૂંટણીમાં મતદાનના રેકોર્ડ્સ તૂટી શકે તેવી સંભાવના US ઇલેક્શન: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હજી 12 દિવસ બાકી છે (3 નવેમ્બર), પરંતુ ચાર કરોડ 21 લાખથી વધુ લોકોએ મતદાનની તારીખ પહેલા જ મત આપ્યો છે. ગત ચૂંટણી કરતા આ આંકડો લગભગ બમણો છે. રિપબ્લિકન નામાંકિત અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન વચ્ચે આ સીધી લડાઈ છે. અમેરિકન નાગરિકોએ પ્રારંભિક મતદાન અને પોસ્ટલ બેલેટ (મેઇલ ઇન વોટીંગ) દ્વારા આ…
ગુજરાતી સિનેમા જગતમાં પોતાની આગવી છાપ ધરાવતા અભિનેતા અને લોકલાડીલા નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, યુ. એન. મહેતામાં લઈ રહ્યા છે સારવાર
નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ યુ. એન. મહેતા હોસ્પીટલમાં દાખલ ગુજરાત: ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા અને ભાજપા નેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આમદવાદની યુ. એન. હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆતમાં જાણતા કરફ્યુના દિવસે આ અભિનેતા ઢોલના નડે ગીત ગયું હતું ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ, ભાગ રે તારો બાપ ભગદે ભાગ કોરોનઆ ભાગ….. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. આ દિગ્ગજ કલાકારની તબિયત થોડી બગડી હતી માટે હાલમાં જ તેમના પુત્ર હિતું કનોડિય…
MLA રાઘવજી પટેલ સહિત પાંચલોકોને ધ્રોલ સિવિલ હોસ્પીટલમાં તોડફોડના મામલે 6 મહિનાની કેદ
2007માં સરકારી હોસ્પીટલમાં તોડફોડનો મામલો જામનગર ગ્રામ્ય MLA રાઘવજી પટેલ સાથે આની 4 લોકો 6 મહિનાની જેલની સજા હાલ 1 ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 1 મહિનાના જમીન મંજૂર જામનગર: 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. આ કારણે હોસ્પીટલમાં તંત્ર અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ રોષ વધતાં થોડી તોડફોડનો બનાવ પણ બન્યો હતો. જે માટે આજે 13 વર્ષ પછી ધ્રોલ કોર્ટ દ્વારા આરોપીઓને સજા આપવામાં આવી છે જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના MLA રાઘવજી પટેલ તથા અન્ય 3 પત્રકાર સહિત 5 લોકને 6 મહિનાની…
ભારતીય રાજકારણના કદવાર નેતા અને કેંદ્ર સરકારના મંત્રી રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે નિધન.
બિહાર રાજ્યના પ્રભાવશાળી નેતાઓ માના એક એવા રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે દિલ્લીની હોસ્પતલમાં લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું આ બાબતે તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરી માહિતી આપી હતી.કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન લગભગ છેલ્લા 1 મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. તારીખ 2 ઓક્ટોબરના દિવસે રાત્રે તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સહયોગી રામ વિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે રામવિલાસ પાસવાનના નિધનના દુ:ખને વ્યક્ત કરવા…
ગુજરાત : રાજ્યમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા 5 બેઠકના ઉમેદવારોના નામ
ગુજરાત: વિધાનસભાની પેટા ચૂંટણીની 8માંથી 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઈ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. આ સિવાય કપરાડા, ડાંગ અને લિંબડી બેઠકો પર કોને ટિકિટ મળશે તેના પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે. 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે…