MLA રાઘવજી પટેલ સહિત પાંચલોકોને ધ્રોલ સિવિલ હોસ્પીટલમાં તોડફોડના મામલે 6 મહિનાની કેદ

MLA રાઘવજી પટેલ
  • 2007માં સરકારી હોસ્પીટલમાં તોડફોડનો મામલો
  • જામનગર ગ્રામ્ય MLA રાઘવજી પટેલ સાથે આની 4 લોકો 6 મહિનાની જેલની સજા
  • હાલ 1 ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 1 મહિનાના જમીન મંજૂર

જામનગર: 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. આ કારણે હોસ્પીટલમાં તંત્ર અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ રોષ વધતાં થોડી તોડફોડનો બનાવ પણ બન્યો હતો. જે માટે આજે 13 વર્ષ પછી ધ્રોલ કોર્ટ દ્વારા આરોપીઓને સજા આપવામાં આવી છે જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના MLA રાઘવજી પટેલ તથા અન્ય 3 પત્રકાર સહિત 5 લોકને 6 મહિનાની કેદ અને 10,000 રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 13 વર્ષ પહેલા ધ્રોલ હોસ્પિટલ પ્રશ્ને રજુઆત કરવા માટે રાઘવજી પટેલ સહિતનાં ટેકેદારો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તે સમયે પોલીસમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય શખ્સો સામેનો કેસ ધ્રોલ કોર્ટે વિડ્રો કરવાની ના પાડી હતી. આજે ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને દોષીત ઠેરવ્યા હતા. 2007માં રાઘવજી પટેલ કોંગ્રેસમાં ધારાસભ્ય હતા. ત્યારે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રજુઆત કરતા સમયે તોડફોડ કરી હતી. કેસવિડ્રોની પરવાનગી માંગતી અરજી પણ જે તે સમયે નામંજૂર કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment