જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના પ્રચાર માટે ગ્વાલિયર પહોંચેલા સચિન પાયલોટ સાથે ભેટો થતાં, કહ્યું – લોકશાહીમાં …

  • MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ સચિન પાયલોટ સાથે કરી મુલાકાત
  • સિંધિયાએ કહ્યું “સચિન પાયલોટનું મધ્ય પ્રદેશમાં સ્વાગત છે”
  • મધ્ય પ્રદેશમાં 3 નવેમ્બરના રોજ 28 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવાની છે

નેશનલ: ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું હતું કે તેઓ ગ્વાલિયરમાં તેમના પૂર્વ સાથીદાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઇલટને મળ્યા હતા. પેટા ચૂંટણીમાં પ્રચાર માટે મધ્યપ્રદેશમાં તેમનું સ્વાગત છે. પાઇલટ કોંગ્રેસના પ્રચારમાં જોડાવા માટે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. ગત માર્ચમાં કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયેલા સિંધિયાએ પીટીઆઇ ભાષા સાથે વાત કરતાં કહ્યું હતું કે “હું તેમને ગ્વાલિયરમાં મળ્યો અને તેમનું સ્વાગત કર્યું.” ગ્વાલિયર શાહી પરિવારના વંશજ સિંધિયાએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં દરેકને આવકારવાની પરંપરા છે, તેથી તેમનું (પાઇલટ) અહીં સ્વાગત છે.

પાયલોટ કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરવાને કારણે પેટા ચૂંટણીમાં શું તફાવત હશે તે પૂછવામાં આવતા સિંધિયાએ કહ્યું હતું કે લોકશાહીમાં પ્રચાર કરવાનો દરેકનો અધિકાર છે. મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરના રોજ 28 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે. રાજસ્થાનમાં રાજકીય કટોકટી પહેલા પાઇલટને મળવાના સવાલ પર સિંધિયાએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવા માંગતા નથી.

 

Leave a Comment