પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી ગુજરાત: પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે પાંચોટ તળાવ પાસે અકસ્માત સર્જાયો જેમાં ગાડી તળાવમાં ખાબકી હતી જેમાં યુવતી અને બે પુરુષ શિક્ષકનાં મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોનાં કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. ઘટનાની…
Category: ઉત્તર ગુજરાત
શિયાળાની એક સાંજ
અમીરગઢ બનાસનદીનાં તટથી ઢળતી સાંજનો અદભુત નજારો ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે હાલમાં ઠંડીમાં અચાનક જ વધારો થઈ રહ્યો છે. દિન પ્રતિદિન બર્ફીલા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં અચાનક જ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાર્દ થીજવતી ઠંડીની અસર સમગ્ર જગ્યાએ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી રાજયમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ગરમ કપડાં અને ગરમ વસ્તુઓની ખાણ-પીણ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ શિયાની સાંજની પણ એક અલગ જ મજા છે. શિયાળામાં સાંજનાં સમયે ઢળતા (આથમતા) સુરજને જોવા માટે અને ફોટો અને વિડિઓ લેવા માટે…
બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં સવારનાં સમયે ભારે ધુમ્મસ વાળા વાતાવરણમાં સર્જાયો અકસ્માત
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે ધુમ્મસનાં કારણે ઈકબાલગઢ ઓવરબ્રિજ નજીક કારચાલકને નડ્યો અકસ્માત ગુજરાત: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા અને માવઠું થયું છે. આ માવઠાથી ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. તથા રવિપાકની સિઝનને નુકશાન થવાની ભીતિ રહેલી છે. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ઓછા વતા અંશે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું. ત્યારે છેલ્લા 2 દિવસથી અમીરગઢ પંથકમાં પણ દિનભર ધુમ્મસ ભર્યા વાતાવરણ જોવા મળ્યા હતા. અને સવારનાં પોરમાં રોડ પર એટલી વધુ માત્રામાં ધૂમમ્મસ જોવા…
બનાસકાંઠાનાં અમીરગઢમાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નશાબંધીનો કાર્યક્રમ યોજાયો
અમીરગઢ ની પ્રાથમિક સ્કૂલ અને ખુણીયા ખાતે યોજાયો હતો નશાબંધી કાર્યક્રમ મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી ગુજરાતી: 10 ડિસેમ્બરનાં રોજ ડીસાનાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા અમીરગઢની અમીરગઢ પ્રાઈમરી સ્કૂલ ખાતે નશાબંધી મહિલા સંમેલન યોજાયો હતો. રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ જ્યોત્સનાબેન બારોટ, ગઢવી સાહેબ, શકુંતલા બેન ભાટિયા, મહેશભાઈ રજપુરિયા, છાયાબેન ગેહલોતર, પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજુભાઇ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ઇનામનાં વિજેતા શ્રીમાળી ક્રિષ્નાબેન તથા બીજા ઇનામનાં વિજેતા અગ્રવાલ પૂનમબેન બન્નેને ઈનામ આપવામાં…
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને હાલ પૂરતી રદ કરવાની માંગણી
NSUIએ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ સમક્ષ કરી રજુઆત હાલની પરિસ્થિતીને અનુલક્ષીને કરવામાં આવી માંગણી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ 8 તારીખથી શરૂ થવાની છે. ત્યારે NSUIએ કુલપતિને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, હાલનાં સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન થયું છે, જેમાં અમુક વિધાર્થીઓ આ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકયા નથી. તેમજ ઘણાં સંસ્થાનોમાં અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો નથી. માટે 8 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓને પાછી ઠેલવવામાં આવે. અન્યમાં ઉમેર્યું છે કે, કોરોના મહામારીનાં કારણે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગેલું છે. માટે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને તકલીફ પણ પડી શકે તેમ છે. વિદ્યાર્થીઓને બસની સુવિધાઓમાં…
ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને ગંગાસાગર નજીક નડ્યો અકસ્માત
15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર ખસેડાયા ઘટનાની જાણ થતાં L & Tનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તજવીજ હાથ ધરી હતી ગુજરાત: શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસને નડ્યો અકસ્માત બસમાં સવાર 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે મોટીજાનહાનિ ટળી હતી. મળતી માહિતી અનુસાર શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી ટ્રાવેલ્સબસનો ગંગાસાગર નજીક રોડ પર અચાનક ગાય આવી જતા ગાયને બચવવા જતા બસ પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારતા બસમાં બેઠેલા 15 જેટલા પેસેન્જરોને નાંની-મોટી ઈજાઓ થઈ હતી.…
ઈકબાલગઢમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર…
અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ ગામે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક રાત્રીનાં સમયે તસ્કરોએ ચોરીનાં શ્રી ગણેશ કર્યા. જાણવા મળતી માહિતી મુજબ ઈકબાલગઢ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની નજીક એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. શિયાળાની શરુઆતમાં તસ્કરો હાથ ફેરાનાં શ્રી ગણેશ કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો રહેણાંક મકાનમાંથી તસ્કરો બે સિલાઇ મશીન લઇ ગયાનું જાણવા મળેલ છે. જેની અદાજીત કિંમત 15000 હજાર ગણાય છે. જયારે પંચવટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી. જયારે શુભમ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ઘુસ્યા હતા. પરંતુ મકાન માલિક જાગી જતા તસ્કરો…
ઈકબાલગઢ રેહાન ગાદલા ભંડારમાં લાગી આગ…..
દિવાળી સમયે ગાદલા ભંડારમાં આગ લાગતાં રહીશોમાં ભય.. આસપાસ ના લોકો એ એકત્ર થઈ આગ બુજવી ગુજરાત:અમીરગઢ તાલુકાના મુખ્ય વડુમથક ઈકબાલગઢ મેન બજાર માં મસ્જિદ પાસે આજે વહેલી સવારે રેહાન ગાદલા ભંડારમાં અચાનક્ સોક સર્કિટથી આગ લાગતા દુકાન માં પડેલા તમામ ગાદલા તથા અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગયા હતી. લાગેલ આગ ના કારણે ગરીબ પરિવાર પર મોટી આફત આવી પડી. સામી દિવાળી એ પરિવાર ને મોટું નુકશાન થતા ગરીબ પરિવારના સભ્યો ધ્રુસકાભેર રડી પડ્યા. ગાદલા ભંડારના માલિકને સવારે જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે આવી ગયા હતા. અને આજુબાજુના લોકો…
અમીરગઢમાં ચોરોની પોલીસને હાથતાળી
અમીરગઢમાં ચોરોનો તરખાટ. એક માસમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ગુજરાત: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શિયાળામાં લોકો મધ્યરાત્રે મીઠી નિંદ્રા અવસ્થામાં સુતા હોય છે. પરંતુ લોકોની આ શિયાળાની મીઠી નિંદ્રા ઊડતી અને ચિંતા માં ફેરવતી જણાઇ રહી છે. અને સહીત અમીરગઢ પોલીસની રાત્રી દરમિયાન થતી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે. અમીરગઢમાં એક બાદ એક ચોરીના પ્રયાસોમાં વધારો. છેલ્લા એક જ માસની અંદર અમીરગઢમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સૌ પ્રથમ અમીરગઢનાં જુના પોલીસસ્ટેશન નજીક આવેલા સત્યનારાયણનાં મંદિર માં ચોરી થઈ હતી. એના અંદાજીત પાંચ દિવસ બાદ સોની…
અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી ચરસ ઝડપાયું, 8,94,750 ના મુદામાલ સહિત 2 ઈસમો ની અટકાયત
અમીરગઢ બોર્ડર પરથી 8,82,600ની કિમતનું આચર્સ પકડાયું અમીરગડ બોર્ડર ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ચરસ લઈને આવી રહેલા બન્ને વ્યક્તિઓ સ્લીપિંગ કોચ બસમાં સવાર હતા બનાસકાંઠા: ગુજરાત અને રાજસ્થાન ને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર થી હમેશા રાજ્ય માં કેફી નશીલા પદાર્થો ઘૂસવાના અવનવા પ્રયોગો થતા રહે છે. અને આ કામ સાથે સંકળાયેલી ઈસમો દ્રારા દરેક વખતે નવી ટ્રીકો અપનાવાઈ ને રાજય માં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયત્નો થાતાં રહે છે. ત્યારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ આવા કેફી પદાર્થો લઈ જવા માટે મોટા ભાગે આંતરરાજ્ય ની બોર્ડર પાર કરવા માટે…