ઑક્સીજનની સુવિધા ન હોવાને કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઇ રહ્યા છે ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના કલેકટર ને સંબોધીને વડગામના મોરિયા ગામ ખાતે આવેલ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (Community Health Centers) માં ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે એવું જણાવ્યું છે. સાથે દર્શાવેલ પત્રમાં જીગ્નેશ મેવાણીએ એ પણ જણાવ્યું છે કે જો 72 કલાકમાં આ CHCને ઑક્સીજન પૂરો પાડી કોવિડ કેર સેન્ટર તરીકે ચાલુ કરવામાં ન આવ્યું તો અમોએ ધારણા ઉપર બેસવાની ફરજ પડશે વડગામના મોરિયા…
Category: ઉત્તર ગુજરાત
થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે ઑક્સીજનની બોટલો માટે પોતાની ઈનોવા ગાડી આપી
સોસિયલ મીડિયામાં ગુલાબસિંહ રાજપૂતની ઈનોવા ગાડીનો ફોટો વાઇરલ ઈનોવા ગાડીમાં મુકેલ હતી ઑક્સીજનની બોટલો ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને એમની ઈનોવા ગાડી કે જેમાં ઑક્સીજન સિલિન્ડર બોટલો પડી છે એ ફોટો લોકો સોસિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.સાથે લોકો લખાણ પણ કરી રહ્યા છે. સાહેબ જયારે જનતા ને ઓક્સિજન ની જરૂર હતી અને ગાડી નોતી આવી તો થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબે પોતાની ઇનોવા ગાડી આપી કે જાઓ તમે આ ગાડી માં બાટલા લઇ ને આવો પણ જનતા ને બચાવો સાહેબ આને પ્રજા પાલક કહેવાય આને સાચો લોક સેવક કહેવાય…
અમીરગઢ પગાર કેન્દ્ર શાળા-1 દ્વરા ધોરણ 6થી 8નાં બાળકને શેરી શિક્ષણ આપવામાં આવ્યું
ગુજરાત: અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાએ ન બોલવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરાયું હાતું જેથી બાળકોને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોનાં જીવ ન જોખમાય તે હેતુ ને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1નાં તામામ શિક્ષકો દ્રારા બાળકો શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધો.8નાં બાળકો ને સોશિયલ ડિસ્ટન્સ અને ફરિજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકો નું વર્ષે ન બગડે અને લાંબા સમય થી સ્કૂલે ન જતા બાળકોનાં મન…
અમીરગઢ રેલવે-ફૂટબ્રિજને જોડવા માટે લેખિતમાં રજુઆત કરાઈ
અમીરગઢ બન્ને ભાગોને જોડતો ફુટબ્રિજ અલગ કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ગુજરાત: અમીરગઢ ઇસ્ટ અને વેસ્ટ આમ બે ભાગોમાં વેહચાતું ગામ છે. બંન્ને ભાગોની મધ્ય ભાગમાં રેલવેટ્રેક આવેલી છે. ઉગમણા વાસ અને આથમણાં વાસને જોડતા વચ્ચે રેલવે ટ્રેક પર થઈને પાસર થવું પડે છે. ત્યારે હાલ રેલવેનું કામ ચાલુ હોઈ આ બે ભાગોને જોડવા માટે બન્ને બાજુ અલગ અલગ પુલોની બનાવટ કરવામાં આવી છે. જેથી લોકોને એક બાજુથી બીજી બાજુ આવવા માટે 2 વાર ઉતરવું અને ચડવું પડે છે. તેથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી…
અમીરગઢમાં 100 ફુટનો રાષ્ટ્રિયધ્વજ લહેરાયો
100 ફુટનાં રાષ્ટ્રીયધ્વજ સાથે ગામ દેશભક્તિમાં રંગાયું ગુજરાત: આજે 72 માં સ્વાતંત્રદિન નિમતે દેશ ભરમાં ત્તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ અમીરગઢ ખાતે સાંજે 4 વાગે અમીરગઢની જનતા દ્રારા 100 ફૂટનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આજ રોજ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળે છે. નાના ભૂલકાઓ યુવાનો અને વડીલોથી લઈને સર્વે લોકોનાં મનમાં આઝાદી દિન નિમિત્તે અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને તમામ લોકો તેની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ ,રેલી, રોડ શૉ વિવિધ રીતે કરતા હોય છે. ત્યારે આજે અમીરગઢ ખાતે ગામનાં જાહેર માર્ગો પર…
ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 50 લાખનો મુદ્દામલ જપ્ત
હરિયાણાનાં બ્રાન્ડની 570 પેટી સહીત 50 લાખ નો મુદ્દામાલ જપ્ત રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું ગુજરાત: રાજ્યની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર જે આંતરરાજ્યોને જોડતી બોર્ડર છે. આંતરરાજયની આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી-પીણાં અને નશીલી ચીજવસ્તુઓ માટે મોખરે સ્થાન ધરાવે છે. આ અતિ સંવેદનશીલ ગણાતી આંતરરાજ્ય બોર્ડર પર નશીલી વસ્તુઓની અવરજવર રોકવા માટે બુટલેગરોનાં ઇરદાને નાકામ કરવા માટે આંતરરાજય ની બોર્ડર પર પોલિસ દ્રારા આવતા જતા વાહનોને સતત ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજસ્થાન રિકો પોલિસે…
ઈકબાલગઢમાં બાઈકનાં પૈસાની લેણદેણ બાબતે વેપારી પર તલવાર વડે હુમલો
ઇકબાલગઢમાં નજીવી બાબતે યુવકે વેપારી પર તલવાર વડે હુમલો ઇકબાલગઢનાં વેપારી પર એક અજાણ્યા શખ્સે તલવાર વડે કર્યો હુમલો ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારની દ્રષ્ટીએ હરણફાળ ભરી રહેલી ઇકબાલગઢની મુખ્ય બજારમાં એક બાઇકનાં પૈસાની લેવડ-દેવડ મામલે બોલાચાલી થઈ હતી. તેમાં ઉશ્કેરાઈ ગયેલ યુવકે દુકાનમાં તલવાર વડે હુમલો કરવા ઘસી આવ્યો હતો. ત્યારે અન્ય વેપારીઓ અને ગ્રાહકોએ હુમલો કરનારને સમજાવી પાછો મોકલ્યો હતો. પરંતુ વેપારી આલમમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. સમગ્ર વેપારીઓ એકઠા થઈ બઝાર બંધ કરી દેતા મામલો ગંભીર બન્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ ઝઘડાને…
અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં ત્યજેલું ભ્રુણ મળી મળી આવતા ચકચાર
ઈકબાલગઢનાં સ્મશાનમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રુણ ને સ્મશાન માં ત્યજી દીધું હતુ તંત્ર દ્રારા તપાસ હાથ ધરતા સમગ્ર ઘટના ચકચાર બની છે ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારી મથક તરીકે ગણાતા ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં કોઈ નરાધમ દ્રારા ભ્રુણ હત્યા કરી અથવા કરાવીને ભ્રુણને સ્મશાનમાં ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. પરંતુ આ ઘટનાને લોકો દ્રારા વધુ વેગ મળતા તંત્ર દ્રારા દફનાવેલ ભ્રુણને પાછું બહાર નીકળતા ચકચાર બની ગયેલ છે. મળતી માહિતી પ્રમાણે વિગત એવી છે કે, ઇકબાલગઢમાં કોઈ મોત નિપજેલ હોઈ તેના પરિવારજનો તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં ગયા હતા.…
અમીરગઢ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતા ત્રણ આઈસર પકડાયા
પોલીસે ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતાં આઠ ઈસમની અટકાયત બાદ કરી FIR ભેંસોને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને હેરફેર કરાતી હતી ગુજરાત: ગત રવિવારે અમીરગઢ પોલીસ સ્ટેશન સ્ટાફનાં માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહનનું ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક આઈસર ગાડી પર પોલીસને શંકા થતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં ભેંસો જોવા મળી હતી. તેથી પોલીસ દ્વારા આઈસર ચાલક પાસેથી તેનું પાસ-પરમીટ માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું. આઈસરમાં ખીચોખીચ હાલતમાં 14 ભેંસોને દોરડા વળે બાંધીને રાખવામાં આવી…
Online શિક્ષણમાં વધુમાં વધુ બાળકો જોડાઇ અને શિક્ષણ મેળવી શકે તે માટે નવતર પ્રયોગ
અમીરગઢની પગાર કેન્દ્ર શાળા દ્વારા કરાયો નવતર પ્રયોગ Microsoft Teamsની મદદથી બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ બાળકોને પ્રોત્સાહિત કરવા આપવામાં આવ્યા પ્રોત્સાહિત ઇનામો ગુજરાત: સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન શિક્ષણ બાળકોને આપવાની સૂચના છે. માટે અત્યારે covid-19ની સમસ્યામાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમીરગઢ વિસ્તારમાં જે બાળકો પાસે સ્માર્ટ મોબાઈલ હોય એવા તમામ બાળકોને મોબાઇલમાં Teams ડાઉનલોડ કરાવીને શિક્ષકો દ્વારા સારું શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. Virtual class થકી બાળકોને કેવી રીતે સઘન શૈક્ષણિક કાર્ય થાય તેવા Virtual ક્લાસમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને ઉત્સાહિત મનથી…