ઈકબાલગઢમાં બાઈકનાં પૈસાની લેણદેણ બાબતે વેપારી પર તલવાર વડે હુમલો

  • ઇકબાલગઢમાં નજીવી બાબતે યુવકે વેપારી પર તલવાર વડે હુમલો 
  • ઇકબાલગઢનાં વેપારી પર એક અજાણ્યા શખ્સે તલવાર વડે કર્યો હુમલો

ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારની દ્રષ્ટીએ હરણફાળ ભરી રહેલી ઇકબાલગઢની મુખ્ય બજારમાં એક બાઇકનાં પૈસાની લેવડ-દેવડ મામલે બોલાચાલી થઈ હતી. તેમાં ઉશ્કેરાઈ ગયેલ યુવકે દુકાનમાં તલવાર વડે હુમલો કરવા ઘસી આવ્યો હતો. ત્યારે અન્ય વેપારીઓ અને ગ્રાહકોએ હુમલો કરનારને સમજાવી પાછો મોકલ્યો હતો. પરંતુ વેપારી આલમમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

સમગ્ર વેપારીઓ એકઠા થઈ બઝાર બંધ કરી દેતા મામલો ગંભીર બન્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ ઝઘડાને થાળે પાડીને મધ્યસ્થી થઈ ઝઘડાની સમજાવટનાં પ્રયાસો થયા હતા. આ મામલે વધારે કોઈ માથાકૂટ ન થાય તે માટે હાલમાં ઇકબાલગઢમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, હુમલો કરનાર ઈસમની અટકાયત ન થાય ત્યાં સુધી બજારો બંધ રાખવા મામલે વેપારીઓ અડગ રહ્યા હતાં. જોકે સમજાવટ બાદ ઈકબાલગઢની બજારો બીજા દિવસે ખોલવામાં આવી હતી.

Related posts

Leave a Comment