ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 50 લાખનો મુદ્દામલ જપ્ત

  • હરિયાણાનાં બ્રાન્ડની 570 પેટી સહીત 50 લાખ નો મુદ્દામાલ જપ્ત
  • રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું

ગુજરાત: રાજ્યની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર જે આંતરરાજ્યોને જોડતી બોર્ડર છે. આંતરરાજયની આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી-પીણાં અને નશીલી ચીજવસ્તુઓ માટે મોખરે સ્થાન ધરાવે છે. આ અતિ સંવેદનશીલ ગણાતી આંતરરાજ્ય બોર્ડર પર નશીલી વસ્તુઓની અવરજવર રોકવા માટે બુટલેગરોનાં ઇરદાને નાકામ કરવા માટે આંતરરાજય ની બોર્ડર પર પોલિસ દ્રારા આવતા જતા વાહનોને સતત ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજસ્થાન રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું હતું.

કન્ટેનર માં પુઠાં ની આડમાં સંતાડેલો હરિયાણા બ્રાન્ડ ની દારૂ ની 570 પેટી સહિત અંદાજીત 50 લાખ નો મુદ્દામાલ ઝડપી કન્ટેનર ચાલક રામકરણ સિક્કર ની અટકાયત કરી છે.

રાજસ્થાનથી અવારનવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવાનાં પ્રયત્નો થતા જ રહે છે. જવાતો દારૂ જે ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો થતા રહે છે. ત્યારે આવા નાકામ ઇરાદાને પોહચી વાળવા માટે બન્ને બોર્ડર પર પોલિશ દ્રારા સતત વાહન ચેકીંગ ચાલુ રહે છે. પરંતુ બુટલેગરો દ્રારા પણ અવાર-નવાર નવા નવા કિમીયા વાપરી ને દારૂ અને અન્ય નશીલી ચીજવસ્તુઓને ઘુસાડવાનાં પ્રયત્નો પણ થતા જ રહે છે.

Related posts

Leave a Comment