અમીરગઢ તાલુકાનાં ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં ત્યજેલું ભ્રુણ મળી મળી આવતા ચકચાર

  • ઈકબાલગઢનાં સ્મશાનમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રુણ ને સ્મશાન માં ત્યજી દીધું હતુ
  • તંત્ર દ્રારા તપાસ હાથ ધરતા સમગ્ર ઘટના ચકચાર બની છે

ગુજરાત: અમીરગઢ તાલુકાનાં વેપારી મથક તરીકે ગણાતા ઈકબાલગઢ મુકામે સ્મશાનમાં કોઈ નરાધમ દ્રારા ભ્રુણ હત્યા કરી અથવા કરાવીને ભ્રુણને સ્મશાનમાં ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. પરંતુ આ ઘટનાને લોકો દ્રારા વધુ વેગ મળતા તંત્ર દ્રારા દફનાવેલ ભ્રુણને પાછું બહાર નીકળતા ચકચાર બની ગયેલ છે.

મળતી માહિતી પ્રમાણે વિગત એવી છે કે, ઇકબાલગઢમાં કોઈ મોત નિપજેલ હોઈ તેના પરિવારજનો તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં ગયા હતા. અને ત્યાં તેમની નજર અચાનક જ ત્યાં પહેલાથી પડેલ શવ ઉપર ગઈ નજીક જઇ ને જોયું તો ત્યજી દીધેલ હાલતમાં ભ્રુણ પડ્યું હતું. આથી જે લોકો અંતિમ ક્રિયા માટે આવ્યા હતાં તેમને આ શવને કોઈ જાનવર કપિતા ન કરે તે હેતુથી આ લાશને દફનાવી દીધી હતી.

આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનતા સરપંચ દ્રારા તંત્રને જાણ કરતા અમીરગઢ પી.એસ.આઈ અને મામલતદાર પોતાની ટીમ સાથે ઈકબાલગઢ સ્મશાનમાં પોહચ્યા હતા. અને દફનાવેલ ભ્રુણને બહાર નીકાળી દેવામાં આવ્યું હતું. અને તેના ડી.એન.એ ટેસ્ટ વગેરે માટે મોકલવામાં આવ્યું હતું. અને ગુન્હેગારોની તાપસનો આરંભ કરેલ છે.

Related posts

Leave a Comment