શું તમે જાણો છો? અમિતાભ બચ્ચનના પિતાની આ શર્તને કારણે જયા ભાદુરી અને અમિતાભ બચ્ચનનાં લગ્ન થયાં.

મનોરંજન: અભિનેત્રી જયા ભાદુરી જે પાછળથી જયા બચ્ચન બન્યા તે હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક બની ગયા છે. સત્યજિત રે અને રીષિકેશ મુખર્જી જેવા નિર્માતાઓ અને દિગ્દર્શકોએ તેમની પ્રતિભાને દૂરથી ઓળખી લીધી. તે એવા થોડા કલાકારોમાંના એક હતાં. જેમણે ફિલ્મોની સાથે રાજકારણમાં સમાન નામ મેળવ્યું છે. ફિલ્મોમાં સક્રિય રહીને, તેણે નવ શ્રેષ્ઠ ફિલ્મના પુરસ્કાર જીત્યા, જેમાં ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રી અને ત્રણ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી એવોર્ડનો સમાવેશ થાય છે. ચાલો તો જાણીએ કેટલીક ઓછી સાંભળેલ અથવા ન સાંભળેલી વાતો. જયાએ 3 જૂન, 1973 માં અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા. બંનેએ એક…

ઉનાળામાં વજન ઘટાડવા માટે કેવો આહાર લેવો જોઈએ?

ગરમ હવામાન કેટલાક લોકોના મનમાં એક સવાલ લાવે છે કે શું તેઓએ ઉનાળા અનુસાર જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ, જેમાં ખાવાની ટેવનો સમાવેશ છે. દરેક ઋતુમાં વજન ઘટાડવાને વિવિધ આહારમાં ફેરવવું જોઈએ. આ ઋતુમાં અથવા ઉનાળાના વજન ઘટાડવાના આહારમાં ઘણું શામેલ છે, જે સરળતાથી વજન ઘટાડી શકે છે. જો તમે વજન ઘટાડવાના ઉપાયો શોધી રહ્યા છો, તો પછી આહાર એ પહેલી પ્રાથમિકતા છે. ઉનાળામાં વજન કેવી રીતે ઓછું કરવું તે જેવા પ્રશ્નો એકદમ સામાન્ય છે. કદાચ, એટલે જ ઘણા સારા કારણોને લીધે તમારા શરીરના કેટલાક કિલો વજન ઉનાળામાં ઘટાડવું સહેલુ લાગે…

પીએમ મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, કહ્યું – વાયરસને હરાવવા રસી લેવી જરૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ -19ની રસીનો બીજો ડોઝ લીધો વડા પ્રધાને પણ પોતાને રસી અપાવતી તસવીર પોસ્ટ કરી હતી નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો અને કોરોના વાયરસ સામે વહેલી તકે રસીકરણ માટે પાત્ર તમામ લોકોને રસી અપાવવા અપીલ કરી. રસીનો પ્રથમ ડોઝ 1 માર્ચે વડા પ્રધાને લીધો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આજે એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ એ વાયરસને પરાજિત કરવાની એક રીત છે. જો તમે રસી લેવાને પાત્ર છો, તો વહેલી તકે રસી…

આ બધી પાયા વિહોણી વાતો છે, ના કોઈ આવું આયોજન હતું ના કોઈ આવું આયોજન છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત: થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવતા થોડા દિવસોમાં ગુજરાતમાંથી કારોના ઓછો થઈ જશે. કારણકે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીનાં પુત્રનાં લગ્નનું આયોજન છે. આ આયોજન ખૂબ મોટું હોવાનાં કારણે કોઈ પણ પ્રકારનું લોકડાઉન પણ નહીં આવે અને કોઈ નિયમો પણ કડક કરવામાં નહીં આવે. અંતે આજે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું અને આ વાતને પાયા વિહોણી છે. તે બાબતે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી અને ખોટ મેસેજને વાઇરલ કરી અને લોકોમાં ખોટી વાતો ફેલાવતા લોકોને કડક જવાબ આપ્યો છે.…

PSI શારીરિક કસોટી મોકૂફ: પરીક્ષાર્થીઓને મળ્યો તૈયારી માટેનો વધુ સમય

એપ્રિલ 2021 માં લેવામાં આવનાર શારીરિક કસોટી સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે. થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપાઈ હતી કે પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે.  જો કોઈ પરિક્ષાર્થીને કોરોના હશે તો તેના માટે ખાશ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  ગઈ કાલે મુખ્યમંત્રીની જાહેરાત બાદ આજે ભરતી પ્રક્રિયાની વેબસાઇટ OJAS પર જાહેરાત કરવામાં આવી છે કે આ શારીરિક કસોટી આગમી સૂચના નાં મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલી છે.

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનનાં કર્મચારી રાજેશભાઇ શાહ કોરોના સામે હારી ગયા : યુનિવર્સિટી શોકાતુર

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં કાર્યરત કર્મઠ, ઉત્સાહી અને મૃદુભાષી, પૂર્વ મંત્રી જનરલ એમ્પ્લોઈ યુનિયન, GUSSRC ના કારોબારી સદસ્ય એવા કર્મચારીશ્રી રાજેશભાઇ શાહ આજે સવારે 6.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓને 10 દિવસ પહેલા શરદી-ઉધરસ ની તકલીફ થઈ હતી.કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૈલયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્સિજન ઓછો પડતા ગઈકાલે સાબરમતી – તપોવન સર્કલ વચ્ચે આવતી SMS હોસ્પિટલમાં સારવાર માટે જતા રસ્તામાં જ થોડી સમસ્યા થઇ. SMS હોસ્પિટલમાં પહોંચ્યા પછી વેન્ટિલેટર પર રાખ્યા હોવા છતાં પણ તેમનું શરીરે સાથ આપ્યું નહોતુ. તેમના પરિવારમાં તેમના પત્ની સોનલબેન દીકરી મૈત્રી (થોડા…

પ્રિસ્ક્રિપ્શન લખ્યું હતું : “બિયરમાં ચંદ્રછોડનાં મૂળિયાઓનો ભૂકો કરી ઓગાળીને પીવડાવો.”

વેપારી નવો ચોપડો શરૂ કરે એટલે પ્રથમ પાને “શ્રી ૧’ લખે, નવાં કાર્યોની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ કે “ૐ” લખીને પણ થાય. સંકલ્પ બળ આપતાં આવા શબ્દો માત્ર શુભકાર્યની શરૂઆતમાં અને એક જ વખત લખવામાં આવે. પરંતુ ડૉક્ટર જેટલાં દર્દીઓ તપાસી દવાઓ લખી આપે તે દરેક પ્રિસ્ક્રિપ્શનનાં મથાળે Rx લખવાનું ન ચૂકે. દર્દી કે તેના સંબંધીઓને ડૉક્ટરે લખી આપેલી દવાઓમાં રસ હોય એટલે તે કાગળના મથાળે Rx શા માટે લખ્યું છે તે જાણવાની કે જોવાની પળોજણમાં ન પડે. એમાંય ડૉક્ટરના અક્ષરો ગરબડિયાં હોય છે અને માત્ર દવાના વેપારીઓ જ તેને…

ચેન્નઇ સુપરકિંગસ(CSK) ને હરાવવા માટે ધોની પાસેથી શીખેલી રણનીતિ ધોની સામે વાપરશે ઋષભ પંત

IPL2021: પહેલી વાર દિલ્લી કેપિટલ(DC) ના કેપ્ટન તરીકે ઋષભ પંત જોવા મળશે. 10મી એપ્રિલે ચેન્નઈ સુપરકિંગ્સ ની સામે કરશે કેપ્ટનશિપની શરૂઆત. દિલ્લી કેપિટલના ઋષભ પંત IPL માં પહેલી વખત કેપ્ટન તરીકે જોવા મળશે. 10મી એપ્રિલે CSK સામે કેપ્ટનશિપ ની શરૂઆત કરશે. DC ના કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત હોવા થી ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો. પંત દ્વારા CSK વિરૂદ્ધ રણનીતિ ત્યાર કરી છે. તેણે જણાવ્યું કે મહેન્દ્રસિંહ ધોની પાસેથી શીખેલી રણનીતિ (ટેકનિક) ની મદદથી CSK વિરૂદ્ધ કંઇક અલગ કરશે. DC તરફથી પંતે જણાવ્યું કે ‘ કેપ્ટનના રૂપે આ મારી પહેલી મેચ…

ગુજરાતમાં બાળકોને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ

ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. હવે બાળકોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજ્યમાં નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણમાં બે વર્ષની બાળકી સહીત 3 બાળકોના મૃત્યુ થયાં છે. જયારે અમદાવાદ સિવિલમાં હાલ 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. 11માંથી બે બાળકોની તબિયત નાજુક છે. સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સુરતમાં એક બાળકએ કોરોનામાં જીવ ગુમાવ્યો અને એક બાળક વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ, રાજકોટ શહેરમાં 15 દિવસ થી રોજ 25 જેટલા બાળકોના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે. જન્મની સાથે જ 2 થી 7 દિવસના…

ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કોરોના રૂપી ભૂતને…. નહીં મળે શિકાર…. રાત્રે 8થી સવારનાં 6 સુધી કર્ફ્યૂ નું અમલીકરણ

રાત્રે 8 થી સવારનાં 6 સુધી રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ રાજ્યનાં મહાનગરો મળીને કુલ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટી સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે. આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ, 1.      અમદાવાદ 2.      નડિયાદ 3.      રાજકોટ 4.    અમરેલી…