IPL2021: પહેલી વાર દિલ્લી કેપિટલ(DC) ના કેપ્ટન તરીકે ઋષભ પંત જોવા મળશે. 10મી એપ્રિલે ચેન્નઈ સુપરકિંગ્સ ની સામે કરશે કેપ્ટનશિપની શરૂઆત.
દિલ્લી કેપિટલના ઋષભ પંત IPL માં પહેલી વખત કેપ્ટન તરીકે જોવા મળશે. 10મી એપ્રિલે CSK સામે કેપ્ટનશિપ ની શરૂઆત કરશે. DC ના કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત હોવા થી ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો.
પંત દ્વારા CSK વિરૂદ્ધ રણનીતિ ત્યાર કરી છે. તેણે જણાવ્યું કે મહેન્દ્રસિંહ ધોની પાસેથી શીખેલી રણનીતિ (ટેકનિક) ની મદદથી CSK વિરૂદ્ધ કંઇક અલગ કરશે. DC તરફથી પંતે જણાવ્યું કે ‘ કેપ્ટનના રૂપે આ મારી પહેલી મેચ માહી ભાઈ(મહેન્દ્ર ધોની) ની સામે છે. આ મારા માટે એક સારો અનુભવ રહેશે, કેમ કે હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું અને એક ખેલાડી તરીકે મારા પણ અનુભવ છે.’
પંતે કહ્યું કે ‘ માહીભાઈ પાસેથી મળેલ શીખથી CSK સામે કંઇક અલગ જ કરવાનો પ્રયત્ન કરીશ.’ DC ના કેપ્ટને જણાવ્યું કે અમને આ આઈપીએલ ની ખુબજ ઉત્સુતા છે, કેમકે અત્યાર સુધીમાં અમે એકપણ ટાઇટલ નથી જીત્યા. પાછલા 2-3 વર્ષથી ખુબજ સારો દેખાવ કરી રહ્યા છીએ. ટીમના દરેક ખેલાડી તેમના 100% આપશે, ટીમના કેપ્ટન તરીકે આવી જ ઈચ્છા હોય છે.
દિલ્લી કેપિટલનું આઇપીએલમાં પ્રદર્શન
2008 થી DC એ આઈપીએલમાં શરૂઆત કરી, જોકે શરૂઆત માં તેમના ધરેલા પરિણામો ન મળ્યા. ત્યારબાદ 2012માં આઈપીએલ માં DC ટોપ પર હતું અને પ્લેઓફ માં પણ જગ્યા બનાવી ત્રીજા ક્રમે આવ્યું હતું. જોકે 2011, 2013, 2014 અને 2018 માં છેલ્લા સ્થાન પર રહ્યું છે.
2018માં દિલ્લી ડેરડેવિલ્સ (DD) માંથી દિલ્લી કેપિટલ (DC) કરવા માં આવ્યું હતું. નામ બદલવાની સાથે 2019માં DC પ્લેઓફ માં આવ્યું અને 2020માં શ્રેયસ અય્યર ની કેપ્ટનશિપ માં પહેલી વાર ફાઇનલમાં પહોંચી, ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) ની સામે જીત ન મેળવી શકી.
દિલ્લી કેપિટલનાં ખેલાડીઓ
ઋષભ પંત (કેપ્ટન), અજિંકયે રહાણે, અમિત મિશ્રા, એનરિક નોર્તજે, આવેશ ખાન, અક્ષર પટેલ, ક્રિસ વોક્સ, ઇશાંત શર્મા, કાગિસો રબાડા, લલિત યાદવ, લુકમેન મેરીવાલા, મણિમારન સિધ્ધાર્થ, માર્કસ સ્ટોઇનિસ, પ્રવીણ દુબે, પૃથ્વી શો, અશ્વિન, રિપલ પટેલ, સેમ બિલિંગ્સ, શિખર ધવન, શિમરોન હેટમાયર, સ્ટીવ સ્મિથ, ટોમ કુરેન, ઉમેશ યાદવ, વિષ્ણુ વિનોદ નો સમાવેશ થાય છે.