પ્રિસ્ક્રિપ્શન લખ્યું હતું : “બિયરમાં ચંદ્રછોડનાં મૂળિયાઓનો ભૂકો કરી ઓગાળીને પીવડાવો.”

વેપારી નવો ચોપડો શરૂ કરે એટલે પ્રથમ પાને “શ્રી ૧’ લખે, નવાં કાર્યોની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ કે “ૐ” લખીને પણ થાય. સંકલ્પ બળ આપતાં આવા શબ્દો માત્ર શુભકાર્યની શરૂઆતમાં અને એક જ વખત લખવામાં આવે. પરંતુ ડૉક્ટર જેટલાં દર્દીઓ તપાસી દવાઓ લખી આપે તે દરેક પ્રિસ્ક્રિપ્શનનાં મથાળે Rx લખવાનું ન ચૂકે. દર્દી કે તેના સંબંધીઓને ડૉક્ટરે લખી આપેલી દવાઓમાં રસ હોય એટલે તે કાગળના મથાળે Rx શા માટે લખ્યું છે તે જાણવાની કે જોવાની પળોજણમાં ન પડે. એમાંય ડૉક્ટરના અક્ષરો ગરબડિયાં હોય છે અને માત્ર દવાના વેપારીઓ જ તેને ઉકેલી શકે, તેવી (સાચી) માન્યતાને કારણે પ્રિસ્ક્રિપ્શન ઉપર નજર નાંખવાની પણ હિંમત કોણ કરે ?

તમે જીજ્ઞાસુ હોવ અને જાણવું જ હોય તો જાણીલો કે ડૉક્ટર દ્વારા લખવામાં આવતાં આ પ્રતીકમાં અંગ્રેજી અક્ષર R સમાયેલો છે. જેનો લેટીનભાષામાં આખો શબ્દ “Recipe” થાય. x આ શબ્દનો સાદી અંગ્રેજી ભાષામાં અર્થ થાય Take, એટલે કે લેવું. x મતલબ કે, તમે નીચે લખી આપેલી દવાઓ લો તો પછી R ના પૂંછડે લગાવેલા x નો મતલબ શું ? એવો પ્રશ્ન ઊભો થાય, આ અક્ષર x નથી પરંતુના પૂંછડે, ઊભી લીટી કરી બનાવેલી આકૃતિ Rx છે. આ આકૃતિ એટલે રોમન દેવતા જ્યુપિટરનું હથિયાર, આમ જોઈએ તો Rx , ઓમ પ્રતીકની જેમ કોઈ જુદા જુદા અક્ષરો નહીં પરંતુ એક શુભ પ્રતીક છે. આ પ્રતીકનો ભાવવાહી અર્થ ડૉક્ટર, આવો કરી શકે,
“મેં લખી આપેલી નીચે પ્રમાણેની દવાઓ તમે ભગવાન જ્યુપિટરનું સ્મરણ કરી ને લો .”

સાચું ખોટું રામ જાણે પરંતુ ક્યાંક એવું વાંચ્યું સાંભડ્યું પણ છે કે આ પ્રતીક ઈજીપ્તના પ્રાચીન દેવ ‘હોરસ’ નું છે. હોરસને રક્ષણ અને સારવારના દેવ ગણવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે આતો જાણવું જ જોઈએ

દુનિયાનું જૂનામાં જૂનું પ્રિસ્ક્રિપ્શન, અથવા એમ કહો કે સૌથી પ્રથમ પ્રિસ્ક્રિપ્શન ક્યું હશે ?
કલ્પના કરી શકો છો ?
બેબીલોન માં ખોદકામ દરમિયાન ૪૦૦ વર્ષ જૂનું પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યું છે! જેમાં લખ્યું છે : ચંદ્રછોડનાં મૂળિયાઓનો ભૂકો કરી બિયરમાં ઓગાળીને પીવડાવો.

Leave a Comment