રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારની ગટર છેલ્લા છ મહિનાથી લીકેજ

ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાથી સ્થાનિકો ત્રાહિમામ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કર્યા છતાં સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી અઠવાડિયામાં લીકેજ ગટરનો નિકાલ ન થયો તો મામલતદારને આવેદન આપી રજૂઆત કરીશું : સ્થાનિકોની માંગ ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં નવા પરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર લીકેજ છે. ગટર લીકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચોવીસ કલાક વહ્યા કરે છે. રસ્તો પણ ખાડા-ખાબોચિયા વાળો હોવાથી ત્યાં ગટરનું ગંદુ પાણી ખાડામાં ભરાયેલું રહે છે. આમ ગટરનાં ગંદા પાણીનાં ચોવીસ કલાક વહન અને ભરાય રહેવાના કારણે મચ્છરોનો…

ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન આપવામાં આવતા, NSUIએ વિકલ્પની કરી માંગણી

ગુજરાત: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમુક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરિક્ષાની સુવિધા આપવામાં આવી છે. જ્યારે અનેક અભ્યાસક્રમ માટે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ મુકાયો નથી. બી.એસસી સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર-3નાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.

શિયાળાની એક સાંજ

અમીરગઢ બનાસનદીનાં તટથી ઢળતી સાંજનો અદભુત નજારો ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે હાલમાં ઠંડીમાં અચાનક જ વધારો થઈ રહ્યો છે. દિન પ્રતિદિન બર્ફીલા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં અચાનક જ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાર્દ થીજવતી ઠંડીની અસર સમગ્ર જગ્યાએ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી રાજયમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ગરમ કપડાં અને ગરમ વસ્તુઓની ખાણ-પીણ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ શિયાની સાંજની પણ એક અલગ જ મજા છે. શિયાળામાં સાંજનાં સમયે ઢળતા (આથમતા) સુરજને જોવા માટે અને ફોટો અને વિડિઓ લેવા માટે…

IIT મદ્રાસમાં કોવિડ-19નાં કેસ વધ્યા, તમિલનાડુએ તમામ કોલેજોમાં પરીક્ષણનાં આદેશ આપ્યા

IITમદ્રાસમાં કોરોના સંક્રમણમાં થયો વધારો ઉછાળાને કારણે વિભાગો, કેન્દ્રો, પ્રયોગશાળાઓ અને લાઇબ્રેરી બંધ કરી  અધિકારીઓ તેનો આરોપ છાત્રાલયનાં મેસ પર નાખ્યો છે નેશનલ: IIT-મદ્રાસનાં આઠ વધુ વિદ્યાર્થીઓનો કોરોના વાયરસ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પ્રીમિયર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનાં કુલ 191 કેસ જોવા મળ્યા છે. આ અઠવાડિયે સંસ્થામાં કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળા વચ્ચે ગઈકાલે 141 લોકોની તપાસ થયા બાદ તાજેતરનાં નવા કેસો બહાર આવ્યા છે. અન્ના યુનિવર્સિટીમાં પણ છ વિદ્યાર્થીઓએ વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તમિળનાડુનાં આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે વિદ્યાર્થીઓ સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. આઇડીઆઇટી-મદ્રાસે છાત્રાલયોમાં…

ગૂગલ કી બત્તી ગુલ……!

ગુગલની મોટા ભાગની સેવાઓ ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારતમાં ગુગલની ઘણી સર્વિસ કામ કરતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ટેકનીકલ ખામીઓના લીધે સર્વર ડાઉન થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. પરંતુ હાલમાં યૂટ્યૂબ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ગુગલનું સર્વર ડાઉન થતાં યુ-ટ્યુબ, ગુગલ પે અને જીમેલ સહીતની સેવાઓ ખોરવાઈ છે. ગુગલનું સર્વર કયા કારણોના લીધે ડાઉન થયું તે અંગે ગુગલ દ્રારા હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારત સિવાય અન્ય દેશોમાં પણ 5.૩૦ મિનીટથી સર્વર…

અખબાર ઉદ્યોગે સરકાર પાસેથી માગ્યું પેકેજ

નેશનલ: ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)નાં પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માંગ કરી છે. આઈએનએસ ઘણાં મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. INSનું કહેવું છે કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોવિડ-19ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ર્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકનાં ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8…

સંસદ ભવનનો શિલાન્યાસ, પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું; ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત

નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે. ભવન સાથે જોડાયેલી 5 મોટી વાત…

મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું મીડિયા ‘બે પૈસા’ની છે!

Mahua Moitra

‘મીડિયા બે પૈસાની છે’ મહુઆ મોઈત્રા આ નિવેદનથી પ્રેસ ક્લબ થયું નારાજ, માંગવી પડી માફી માફી માંગતા ટ્વિટરમાં શેર કર્યું મીમ નેશનલ: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં એક મહિલા સાંસદે મીડિયા અંગે નિવેદન આપ્યું હતું જેમાં મીડિયાને બે કોડીનું છે એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. આ સાંસદની ચારે તરફ ટીકાઓ થઇ રહી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં પક્ષનાં લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)એ મંગળવારે સાંજે બે મુખ્ય બંગાળી ટીવી ચેનલનો બહિષ્કાર કરતી વખતે કથીત રીતે મીડિયાને બે કોડીનું લેખાવ્યું હતું. મીડિયા તરફથી આ સાંસદની આકરી ટીકાઓ થઇ રહી છે. ગત…

ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 15ડિસેમ્બર સુધી આપી શકશે પસંદગી પસંદગી ન આપનાર વિધાર્થીઓને ઓફલાઇન પરીક્ષા માટે મંજુર ગણવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંતર્ગત પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નીચે મુજબ વિગતવાર જણાવેલ છે. ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ પરીપત્ર તા. 08/12/2020 1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, BA Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઈન પરીક્ષાનાં વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે. 2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ…

અમિત શાહ આજે સાંજે 7 વાગ્યે આંદોલનકારીઓ સાથે બેઠક કરશે

આજે ખેડૂત આંદોલનને ભારત બંધના એલાનને અનેક રાજયોમાં મળેલા ભારેથી મિશ્ર પ્રતિસાદ તથા આંદોલનકારીઓ પીછેહઠ કરવાનાં મુડમાં નહીં હોવાનો સંકેત મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકશનમાં આવી ગયા છે. આવતીકાલની છઠ્ઠા તબકકાની વાતચીત પૂર્વે જ આજે સાંજે 7 વાગ્યે ખેડૂત અગ્રણીઓને મળવા માટે આમંત્રણ આપ્યું છે. અમિત શાહ અગાઉ કિસાન આંદોલન મુદે દરમિયાનગીરી કરી ચુકયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને આવતીકાલે છઠ્ઠા તબકકાની વાતચીત થવાની હતી પરંતુ જે રીતે કિસાન આંદોલન વધુ ઉગ્ર બને અને વિપક્ષો પણ તેમાં તાકાત લગાવી રહ્યાના સંકેત મળ્યા હતા. અમિત શાહે…