એમેઝોન પ્રાઇમ વિડિયોએ તેના આગામી હિન્દી કૃતિસંગ્રહ, અનપોઝ્ડ: નયા સફરમાંથી એક નવું ગીત રજૂ કર્યું

મનોરંજન: એમેઝોન ઑરિજિનલ અનપોઝ્ડ: નયા સફરના ટ્રેલરને લોન્ચ કર્યા પછી સ્ટ્રીમિંગ સર્વિસે ચૂંટેલા કાવ્યસંગ્રહમાંથી એક મનભાવન અને સુખદ ટ્રેક નયા સફરનું આજે અનાવરણ કર્યું હતું. સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા રચિત આ ગીત ફિલ્મની થીમની જેમ જ આશા અને સકારાત્મકતાનો સંદેશો રજૂ કરે છે. અમિત મિશ્રાએ તેને ગાયું છે અને જેમાં શેખસ્પિયરનું રેપ પણ છે. નયા સફરના ગીતો કૌસર મુનીરે લખ્યા છે. આ ગીત વિશે વાત કરતાં, સંગીતકાર જોડી સચિન સંઘવી અને જીગર સરૈયાએ જણાવ્યું હતું કે, “નયા સફર ગીત કૃતજ્ઞતા અને નવી શરૂઆતના વિષયની આસપાસ છે. આપણા જીવનમાં એવો સમય…

ગુજરાતી ગાયકનું ગીત ગાઈને બાળક બન્યો સોશિયલ મેડિય સ્ટાર

સહદેવ દીર્ડોની શાળાના શિક્ષકે 2019 માં તેમનો આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. હવે આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રેપર બાદશાહે આ ગીતનું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે. આ દિવસોમાં સહદેવ કુમાર નામનું એક બાળક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ બાળકે ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું, જે લોકોને ખૂબ પસંદ આવ્યું. મોટા સ્ટાર્સ તે બાળકના અવાજ ગીતને મ્યુઝિકલ ટચ આપીને તેના પર રીલ્સ બનાવી રહ્યા છે. બાળકનો વીડિયો એટલો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ બાળકને તે ગીત તેમની સામે ગવરાવ્યું. પરંતુ…

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

મનોરંજન: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના લોન્ચ પહેલા તૂફાન ટીમ – પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ…

કોણે કરી શગુફતા અલીની આર્થિક મદદ…?

મનોરંજન: શગુફતા અલીને ડાન્સ દીવાના 3 ટીમની તરફથી માધુરી દીક્ષિત પાસેથી 5 લાખનો ચેક મળ્યો. તેમની તબિયત ખરાબ હોવાને કારણે અને કોઈ કામ ન હોવાને કારણે તેઓ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમને આ મદદ ડાન્સ દીવાને 3 ની ટીમ તરફથી મળતા તેઓ ભાવુક થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર કલર્સ ટીવીએ ડાન્સ દીવાને 3 નો એક એપિસોડનો પ્રોમો અપલોડ કર્યો છે, જેમાં શગુફતા અલી જોવા મળે છે. તેમાં શગુફતા પોતાની તકલીફ વર્ણવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો તેના વિશે બોલતા નજર આવે છે/…

‘કોરોનાની ત્રીજી લહેર’ અને આમિરની ત્રીજી પત્ની સાથે આવશે’ આ લોકોએ ફાતિમાને પાઠવી શુભેચ્છાઓ

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવના છૂટાછેડાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી સસ્પેન્સ જ છે. એક સમયે કિરણ રાવમાં આમિરને અસલ મહોબ્બત દેખાતી હતી. આમિર ખાન અને કિરણ રાવનો સંબંધ 15 વર્ષમાં પૂરો થઈ જશે એ વાત તેમના ચાહકોને પચી નથી. આમિર ખાન કિરણને ખૂબ પ્રેમ કરતો હતો. એક સમયે આમિરના આવા શબ્દો હતા : ‘ હું પોતાની લાઈફને કિરણ વગર અધૂરી સમજું છું. હું તેના વગર મારી લાઈફની કલ્પના પણ નથી કરી શકતો’. બોલીવૂડના સુપરસ્ટાર આમિર ખાન ફિલ્મોની…

બાલિકા વધુ ફેમ અવિકા કરી રહી છે એક્સ રોડિઝને ડેટ, જાણો શું છે તેની રોમેન્ટિક કહાણી

મનોરંજન: અવિકા ગોરએ કલર્સ ટીવીનાં પ્રચલિત શો ‘બાલિકા વધુ’માં આનંદીની ભૂમિકા ભજવીને ખ્યાતિ પામી હતી. આ શોની આનંદી અને જાગીયા(જગદીશ)ની જોડીને લોકોએ ખૂબ વખાણી હતી. એ સમયે આનંદી ઉર્ફ અવિક ફક્ત 11 વર્ષની હતી. આનંદી હવે યુવાવયે પહોંચી ચૂકી છે અને એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટને ડેટ કરી રહી છે. અને પોતાના સોશિયલ મીડિયામાં એક બીજા સાથેનાં રોમેન્ટિક ફોટો પણ મૂકે છે. તમને જણાવી દઈએ કે અવિકાનો જન્મ 30 જુન 1997નાં રોજ થયો હતો. તે મૂળરૂપે ગુજરાતી પરિવારમાંથી આવે છે. પરંતુ વર્ષોથી મુંબઇમાં રહે છે અને તેનો જન્મ પણ મુંબઈ માંજ થયો…

ગુજરાતી સુપરસ્ટારે કહ્યું ‘કોઈ પણ ‘પોલિટિકલ એષણા’ વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું.’

ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમારે કોરોના સંદર્ભે ગુજરાતમાં ચાલી રહેલ વાતાવરણ અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે નિરાશા સાથે જણાવ્યું હતું કે આ જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિ ખરાબ છે અને ઉમેર્યું હતું કે હું ભલે અત્યારે મુંબઇમાં રહેતો હોઉ પરંતુ મારા મૂળિયાં મૂળ ગુજરાત એટલે કે સુરતના છે. સાથે એમને પીડા સાથે એ પણ જણાવ્યું હતું કે “ઘણા એવા ‘સેલિબ્રિટી મિત્રો’ જે આંખ આડા કાન કરી શકતા હશે,પણ મારાથી એ નથી શકતું એ હકીકત છે.” હિતેન કુમારે  ફેસબુક વોલ પર કરેલ પોસ્ટ નમષ્કાર મિત્રો, કોઈ પણ ‘પોલિટિકલ એષણા’…

તમિલ અભિનેતા વિવેકે આપી વિશ્વને વિદાય

મનોરંજન: તમિલ અભિનેતા વિવેકનું ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તે 59 વર્ષનાં હતા. વિવેકને 16 એપ્રિલનાં રોજ હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ડોકટરો પાસેથી ઇસીએમઓ સારવાર લઈ રહ્યા હતા. તે આઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ હતા. જોકે, આજે સવારે 4.45 વાગ્યે તેમણે વિશ્વને વિદાય આપી. વિવેકે કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો, ત્યારબાદ તેમણે મીડિયાને કોવિડ રસી લેવાની જરૂરિયાત વિશે જણાવ્યું. 15 એપ્રિલે, વિવેકને કોરોના રસી લીધી. કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવા વિવેક તેના મિત્ર સાથે ઓમંડુરર સરકારી હોસ્પિટલમાં ગયા. આ પછી…

કેમ થયાં કાર્તિક આર્યન માટે ધર્મા પ્રોડક્શનના દરવાજા બંધ?

મનોરંજન: હિન્દી સિનેમા માટે વર્ષના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર શુક્રવારે ધર્મા પ્રોડક્શન્સ તરફથી આવ્યા છે. જરૂરી – બિનજરૂરી રીતે હેડલાઇન્સમાં રહેવાના પ્રયત્નો આ સમયે ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન પર ભારે પડી રહ્યા છે. ધર્મા પ્રોડક્શને તેને તેમની અન્ડર-કન્સ્ટ્રક્શન ફિલ્મ ‘દોસ્તાના 2’ માંથી બહાર કરવામાં આવ્યા છે. વળી, નિર્ણય લેવામાં આવ્યો છે કે કાર્તિક માટે આ પ્રોડક્શન હાઉસના દરવાજા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. કાર્તિક આર્યન જુદા જુદા કારણોસર આ અઠવાડિયે હેડલાઇન્સમાં રહ્યા છે. દરેક વખતે તેમની બાજુથી લીક થતાં સમાચાર અફવા સાબિત થયા છે પરંતુ આ વખતે…

મુંબઈમાં શૂટિંગ પર પ્રતિબંધ લાગતા જ નિર્માતાઓએ ગોવા ભણી દોડ મૂકી

મનોરંજન: બુધવારથી મુંબઈમાં ફિલ્મ્સ, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર પ્રતિબંધ બાદ, તમામ નિર્માતાઓએ તેમના કલાકારો અને ટેકનિશિયનને રાજ્યના નજીકના રાજ્ય ગોવામાં પહોંચવા કહ્યું છે. ત્યાંના બંગલાઓ અને હોટલોમાં ફિલ્મના શૂટિંગમાં સામેલ લોકોની ભીડમાં અચાનક વધારો થવાને કારણે ગોવા વહીવટી તંત્ર પણ સાવધ થઈ ગયું છે. શુક્રવારે ગોવામાં ફિલ્મના શૂટિંગને મંજૂરી આપનારી નોડલ એજન્સીએ નિર્માતાઓને રાજ્યમાં પરવાનગી વગર શૂટિંગ અંગે ચેતવણી પણ આપી છે. મુંબઇમાં ફિલ્મ અને ટીવી કલાકારોના સતત કોરોના સંક્રમણ અને શહેરમાં કોરોના કેસોમાં તીવ્ર વધારો થવાને કારણે મહારાષ્ટ્ર સરકારે શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ…