- દિલ્લીને હરાવી મુંબઈ બન્યું IPL2020નું વિજેતા
- અત્યાર સુધીમાં કુલ 5 સિઝન મુંબઈ જીત્યું છે
- રોહિત શર્મા બન્યો IPLનો સૌથી સફળ કપ્તાન
સ્પોર્ટ્સ: મંગળવારે રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવીને પાંચમી વાર આઇપીએલ ટાઈટલ જીતી લીધું છે. અન્ય કોઈ ટીમ પાંચ વખત આ ક્રિકેટ લીગ જીતી શકી નથી. લોકેશ રાહુલે સૌથી વધુ રન 670રન ફટકારીને ઓરેન્જ કેપ તથા કેગિસો રબાડાએ 30 વિકેટ ખેરવીને પર્પલ કેપ જીતી હતી.
પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરને અંતે સાત વિકેટે 156 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે ફાઇનલ મેચની સરખામણીએ મોટો સ્કોર ન કહી શકાઈ. મુંબઈ ઇન્ડિયન્સે સમગ્ર ઇનિંગ્સ દરમિયાન આસાનીથી બેટિંગ કરી હતી અને અંતે 18.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.
ભારતમાં IPLની શરૂઆત 2008માં થઈ હતી તો ચાલો નજર કરીએ અત્યાર સુધીના દરેક વિજેતા ટીમના નામ પર
વર્ષ | વિજેતા ટીમ | 1st રનરઅપ ટીમ |
2008 | રાજસ્થાન રોયલસ | ચેન્નઈ સુપરકિંગ્સ |
2009 | ડેક્કન ચાર્જર્સ | રોયલ ચેલેંજર્સ બેંગલોર |
2010 | ચેન્નઈ સુપરકિંગ્સ | મુંબઇ ઇન્ડિયન્સ |
2011 | ચેન્નઈ સુપરકિંગ્સ | રોયલ ચેલેંજર્સ બેંગલોર |
2012 | કોલકત્તા નાઈટ રાઈડર્સ | ચેન્નઈ સુપરકિંગ્સ |
2013 | મુંબઇ ઇન્ડિયન્સ | ચેન્નઈ સુપરકિંગ્સ |
2014 | કોલકત્તા નાઈટ રાઈડર્સ | કિંગ્સ ઇલેવન પંજાબ |
2015 | મુંબઇ ઇન્ડિયન્સ | ચેન્નઈ સુપરકિંગ્સ |
2016 | સનરાઈસર હૈદરાબાદ | રોયલ ચેલેંજર્સ બેંગલોર |
2017 | મુંબઇ ઇન્ડિયન્સ | રાઈસિંગ પુણે |
2018 | ચેન્નઈ સુપરકિંગ્સ | સનરાઈસર હૈદરાબાદ |
2019 | મુંબઇ ઇન્ડિયન્સ | ચેન્નઈ સુપરકિંગ્સ |
2020 | મુંબઇ ઇન્ડિયન્સ | દિલ્લી કેપિટલ્સ |