મેચમાં જીત બાદ હૈદરાબાદના ખેલાડીઓએ કેપ્ટન ડેવિડ વોર્નરનો બર્થડે સેલિબ્રેટ કર્યો…

  • મેચમાં જીત બાદ કેપ્ટન વોર્નરના બિર્થડેનું સેલિબ્રેશન બન્યું ખાશ
  • ટીમના દરેક ખેયલડીઓએ કરી મજા
  • વિડિયો થઈ રહ્યો છે વાઇરલ

સ્પોર્ટ્સ: દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે તેની આઈપીએલ કારકિર્દીની 47 મી અડધી સદી ફટકારી હતી અને 66 રન બનાવ્યા હતા. 27 ઓક્ટોબરે રમાયેલી મેચમાં હૈદરાબાદે દિલ્હીને 88 રનથી હરાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિજય બાદ હૈદરાબાદના ખેલાડીઓએ ટીમ હોટલમાં કેપ્ટન વોર્નરનો જન્મદિવસ ઉજવ્યો હતો. ખેલાડીઓએ વોર્નરના ફેસ ઉપર કેક લગાવી હતા. ખેલાડીઓએ વોર્નરનો હાથ પકડ્યો હતો જેથી કેપ્ટન વોર્નર ભાગી શક્યો નહીં. ખેલાડીઓએ કેકમથી તેના ચહેરાને રંગ્યો હતો. આ પછી, વોર્નરે તેના સાથી ખેલાડીઓ દ્વારા બદલો લીધો અને દરેક સાથી ખેલાડી પર કેક લગાવવાનું શરૂ કર્યું. સેલિબ્રેટનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વોર્નર અને સાહાની બન્ને અડધી સદીની ઇનિંગ્સ રમ્યા બાદ મેચમાંથી દિલ્હી સંપૂર્ણ રીતે બહાર થઈ ગઈ હતી.

દિલ્હી સામેની જીત સાથે હૈદરાબાદની ટીમ પ્લે ઓફની રેસમાં ફરી આવી ગઈ છે. હૈદરાબાદની ટીમને હવે 10 પોઇન્ટ થયા છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ મુશ્કેલીમા વધારો થયો છે. હવે દિલ્હીની ટીમને પ્લે ઓફ પર પહોંચવા માટે તેમની બધી મેચ જીતવી પડશે.

પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ત્રીજા ક્રમે છે, જ્યારે KKR અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમો પણ પ્લેઓફ રેસમાં છે. આ વર્ષે ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે ઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ છે. આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે CSK આઈપીએલ પ્લે ઓફ નહીં રમે.

 

Related posts

Leave a Comment