કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ તમારા મોબાઈલમાં જ છે, આ રીતે મેળવો સર્ટિફિકેટ

તમે કઈ વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે કઈ તારીખે વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે ક્યાં સ્થળેથી વેક્સિન લીધી છે એ પણ ખબર પડશે કોરોનાને ફેલાતો અટકાવવા કોરીનાની વેક્સિન લેવી અત્યંત જરૂરી બને છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાનાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. માટે કોરોનાની વેક્સિન મેળવી લેવું જરૂરી થઈ પડે છે. આ સાથે કોરોનાની વેક્સિન લીધા પછી પણ ઘણાને જાણ નથી કે કઇ રીતે સર્ટિફિકેટ મેળવવું તો જાણો આ પ્રમાણે મળે છે કોરોનાનું પ્રમાણપત્ર લોકો google માં covid certificate…

રાજ્યમાં કુલ 2 કરોડ 59 લાખ 62 હજાર 782 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીના ડોઝ અપાયા

ગુજરાત: ગુજરાત રાજ્યમાં કુલ 2 કરોડ 59 લાખ 62 હજાર 782 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે 2 લાખ 84 હજાર 791 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે 8,312 પ્રથમ હરોળનાં કર્મીઓ તેજ આરોગ્ય કર્મીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જ્યારે 1,21,904 જેટલા 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 1,54,575 જેટલા 18 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.આ સાથે જ ગુજરાત રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.44 ટકા…

દેશમાં નાના રાજ્યોમાં કોરોનાનાં કેસ વધતાં કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો, જાણો તે 6 રાજ્યનાં નામ

નેશનલ: દેશમાં કોરોના કેસની સંખ્યા ચોક્કસપણે ઘટી છે. પરંતુ કેન્દ્ર સરકારનાં કામકાજમાં ઢીલાઈ જરાઈ કરી નથી. તાજેતરનાં સમયમાં નાના રાજ્યોમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં ટીમો મોકલી છે. કોવિડ -19નાં નિયંત્રણ અને નિવારણ હેઠળ આ ટીમો અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, ઓડિશા, કેરળ અને છત્તીસગ સહિતનાં છ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય ટીમમાં ક્લિનિશિયન અને જાહેર આરોગ્ય નિષ્ણાત શામેલ હશે. મળતી માહિતી મુજબ આ ટીમ કોવિડ -19 મેનેજમેન્ટ, મોનિટરિંગ, કન્ટેન્ટ ઓપરેશન અને ત્યાંનાં પરીક્ષણ જેવા કામોની દેખરેખ…

યુરોપિયન યુનિયનનાં નવ દેશોએ ભારતની કોવિશિલ્ડ રસી લીધેલા પ્રવાસીઓને આપી લીલી ઝંડી

ઇન્ટરનેશનલ: કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારા ભારતીયોને યુરોપમાં પ્રવાસ કરવા દેવામાં આવે તેવી ભારત સરકારની વિનંતીને પગલે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે. યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અથવા ગ્રીન પાસ ધરાવનારાઓ હવે કોરોના મહામારી દરમ્યાન યુરાપમાં મુક્ત અવરજવર કરી શકશે.…

ચાલુ ટ્રેનમાંથી ઉતરતા મુસાફર પ્લેટફોર્મ પર પટકાયો.. RPF જવાન બની ગયો સુપર હીરો

નેશનલ: હાલમાં મુંબઈ બોરીવલી સ્ટેશનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી ઊતરતી સમયે યુવક પડી ગયો હતો. જેથી પ્લેટફોર્મ એને ચાલુ ટ્રેન વચ્ચે અટવાયો હતો. આ ઘટના દરમિયાન ત્યાં હાજર રહેલા RPFનો જવાન આ મુસાફર માટે સુપર હીરો બનીને આવ્યો હતો. રેલવે પોલીસનાં જવાનની ત્વરિતતા અને સમજદારીનાં મુસાફરનો જીવ બચી જવા પામ્યો હતો જેનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જૂનાગઢમાં AAP નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલો, ગાડીઓનાં કાચ તોડ્યાં

ગુજરાત: AAPનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂનાગઢનાં લેરિયા ગામમાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન તેમની ગાડીઓનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં છે. આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદરમાં AAPનાં નેતાઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આપનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલાની સાથે તેમની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં બે લોકોને…

અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો

હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે આ ભાવ આવતી કાલથી લાગુ પડશે નેશનલ: સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. અમુલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામાં લિટરે ૨નો વાધારો કરાયો છે. કોરોના…

સસ્તું થઈ શકે છે ખાદ્ય તેલ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નેશનલ: દેશમાં પેટ્રોલની સાથે સાથે ખાદ્ય પદાર્થોનાં ભાવોમાં પણ રોજ-બરોજ થોડી-થોડી વૃદ્ધિ જોવા મળતી હતી. જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનાં ઘરમાં જોવા મળતી હતી. સ્થાનિક બજારમાં ખાદ્યતેલોનાં ભાવ નીચે લાવવાનાં હેતુસર સરકારે મંગળવારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ડ્યુટીનો ધોરણ દર ઘટાડીને 10 ટકા કર્યો છે. અન્ય પામ તેલ પર તે 37.5 ટકા રહેશે. આ નિર્ણય 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC)એ એક જાહેરનામું બહાર પડ્યું છે જેમાં જણાવ્યું છે કે, ક્રૂડ પામ ઓઇલ પર સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ ડ્યુટી (BCD) દર…

બાલિકા વધુ ફેમ અવિકા કરી રહી છે એક્સ રોડિઝને ડેટ, જાણો શું છે તેની રોમેન્ટિક કહાણી

મનોરંજન: અવિકા ગોરએ કલર્સ ટીવીનાં પ્રચલિત શો ‘બાલિકા વધુ’માં આનંદીની ભૂમિકા ભજવીને ખ્યાતિ પામી હતી. આ શોની આનંદી અને જાગીયા(જગદીશ)ની જોડીને લોકોએ ખૂબ વખાણી હતી. એ સમયે આનંદી ઉર્ફ અવિક ફક્ત 11 વર્ષની હતી. આનંદી હવે યુવાવયે પહોંચી ચૂકી છે અને એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટને ડેટ કરી રહી છે. અને પોતાના સોશિયલ મીડિયામાં એક બીજા સાથેનાં રોમેન્ટિક ફોટો પણ મૂકે છે. તમને જણાવી દઈએ કે અવિકાનો જન્મ 30 જુન 1997નાં રોજ થયો હતો. તે મૂળરૂપે ગુજરાતી પરિવારમાંથી આવે છે. પરંતુ વર્ષોથી મુંબઇમાં રહે છે અને તેનો જન્મ પણ મુંબઈ માંજ થયો…

ગુજરાત કેમીકલ પોર્ટ લિમિટેડ અને કલેક્ટરનાં સહિયારા પ્રયત્ને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં મળી ઓક્સિજન પ્લાન્ટની ભેટ

અમીરગઢ હોસ્પિટલને મળી પ્રાણવાયુની ભેટ ઓક્સિજન પ્લાન્ટની ભેટ અમીરગઢની જનતા માટે આશીર્વાદ રૂપ ગુજરાત: કોરોનાની બીજી લહેરમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટની ભારે અછત સર્જાઈ હતી જેના કારણે ઘણા ગરીબ પરિવાર ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએકે ઓક્સિજનનાં બાટલા માટે સતત 2 બે -બે દિવસ સુધી ભયંકર ગરમીમાં પણ ઉભા રહી ને પોતાના સ્વજનો માટે ઓક્સિજન ભરાવતા નજરે જોયા હતા અને તેમ છતાં ઓક્સિજન મળવાપાત્ર ન હતા. ત્યારે ઘણા જિલ્લાઓ અને રાજયોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પ્લાન્ટ સ્થપવામાં આવ્યા હતા ઘણી જગ્યાઓએ…