ગુજરાત કેમીકલ પોર્ટ લિમિટેડ અને કલેક્ટરનાં સહિયારા પ્રયત્ને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં મળી ઓક્સિજન પ્લાન્ટની ભેટ

  • અમીરગઢ હોસ્પિટલને મળી પ્રાણવાયુની ભેટ
  • ઓક્સિજન પ્લાન્ટની ભેટ અમીરગઢની જનતા માટે આશીર્વાદ રૂપ

ગુજરાત: કોરોનાની બીજી લહેરમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટની ભારે અછત સર્જાઈ હતી જેના કારણે ઘણા ગરીબ પરિવાર ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએકે ઓક્સિજનનાં બાટલા માટે સતત 2 બે -બે દિવસ સુધી ભયંકર ગરમીમાં પણ ઉભા રહી ને પોતાના સ્વજનો માટે ઓક્સિજન ભરાવતા નજરે જોયા હતા અને તેમ છતાં ઓક્સિજન મળવાપાત્ર ન હતા. ત્યારે ઘણા જિલ્લાઓ અને રાજયોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પ્લાન્ટ સ્થપવામાં આવ્યા હતા ઘણી જગ્યાઓએ ફંડ એકત્ર કરીને ઓક્સિજન પ્લાન્ટ સ્થપવામાં આવ્યા હતા બીજી બાજુ ઘણી જગ્યાએ પ્લાન્ટના દાતાઓ તરફથી પ્લાન્ટ આપવામાં આવ્યા હતા.

ત્યારે આજ રોજ ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ નિજ કલેક્ટર સહિયારા ભરૂચ તરફથી અમીરગઢ સિવિલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ભેટ આપવામાં આવ્યો હતો ટેક્નિકલ પ્રોસેસ બાદ પ્લાન્ટ આવનારા ટૂંકા ગાળાના સમયમાં શરૂ કરવામાં આવશે

બનાસકાંઠા જિલ્લાનો પછાત અને આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા અમીરગઢ તાલુકો જેમાં 69 જેટલા ગામોનો સમાવેશ થાય છે. અને તમામ ગામોને નાની મોટી બીમારી માંટે અમીરગઢ સિલિલ હોસ્પિટલ અવિરત છે. ત્યારે કોરોના કાળમાં આ હોસ્પિટલમાં કોવિડના 10 જેટલા બેડ લગાવામાં આવ્યા હતા ઘણા દર્દીઓ અહીંયા સાજા થઈ ઘરે ફર્યા હતા પણ દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજ માટેની સમસ્યા ઉભી થઇ હતી ત્યારે બહારથી ઓક્સિજન બોટલો લાવવો પડતી હતી અને એ સામાન્ય અને ગરીબ પ્રજાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સિવિલ ખાતે આપેલી ઓક્સિજન પ્લાન્ટની ભેટ અમીરગઢની જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. અમીરગઢની પ્રજાને શહેરનાં ખાનગી હોસ્પિટલોમાં મળતાં મોંઘા ભાવના ઑક્સિજન અને બિલ ચૂકવામાંથી મુક્તિ મળશે. અને પોતાના પરિવાર અને સ્વજનોને એકદમ નજીક અમીરગઢ સિવિલમાં જ ઓક્સિજનનો લાભ મળી રહેશે. જેનો અમીરગઢ સિલિલ હોસ્પિટલના ડૉ. ભટોળ સર, સિવિલ સ્ટાફ અને અમીરગઢની જનતા સહિત તમામેં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડનો તહેદિલથી આભાર વ્યકત કર્યો હતો. અને આવા પછાત વિસ્તારમાં લોકોનું હિત ઈચ્છી નિઃસ્વાથે ભાવે સેવા કરતા આવા દાતાશ્રીને તહેદિલથી આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment