આલ્કોહોલ યુક્ત દવા પી લેતા એક જ પરિવારનાં 8 લોકોનાં મોત 5 સભ્ય સારવાર હેઠળ!

  • છત્તીસગઢનાં બિલાસપુરમાં પરિવારનાં આઠ લોકોનાં મૃત્યુ નીપજ્યા, જ્યારે પાંચની હાલત નાજુક
  • “હોમીયોપેથીક દવા પીવાથી તમામના મૃત્યુ થયા હોય તેવું બની શકે છે” -ચીફ મેડિકલ ઓફિસર

નેશનલ: આ લોકોએ હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 પી લીધી હતી. જેમાં ૯૧% આલ્કોહોલનું પ્રમાણ હોય છે. દવા આપનાર ડોક્ટર હજુ ફરાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પરિવારે કોરોનાનાં સંક્રમણથી બચવા આલ્કોહોલ યુક્ત દવા લીધી હશે.

CMOએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી ખૂબ જ જોખમી સાબિત થાય છે અને ઘણા કિસ્સાઓમાં તે લેનારા માટે ઝેરનું કામ પણ કરે છે.

બિલાસપુરનાં કોરમી ગામે રહેતા 13 લોકોએ દવા પી લેતા તમામની તબિયત લથડી હતી. જેમાં 8 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે અને 5 લોકોની હાલત ગંભીર છે. બિલાસપુરનાં ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે હોમિયોપેથીક દવા મોતનું કારણ હોઈ શકે કારણ કે તે એક આલ્કોહોલિક છે.

મૃતકોમાં કમલેશ ધુરી (32), અક્ષય ધુરી (21), રાજેશ ધુરી(21), સમરું ધુરી (25) નામનાં ચાર લોકોનાં ઘરે જ મૃત્યુ નીપજ્યા હતા.

બાદમાં તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. અને પોલીસને આ અંગે જાણકારી મળતા તેમના ઘરે જઈને જોયું તો પરિવારના અન્ય સભ્યો પણ બીમાર હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Leave a Comment