અમીરગઢની પગાર કેન્દ્ર શાળા દ્વારા કરાયો નવતર પ્રયોગ
Microsoft Teamsની મદદથી બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ
બાળકોને પ્રોત્સાહિત કરવા આપવામાં આવ્યા પ્રોત્સાહિત ઇનામો
ગુજરાત: સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન શિક્ષણ બાળકોને આપવાની સૂચના છે. માટે અત્યારે covid-19ની સમસ્યામાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમીરગઢ વિસ્તારમાં જે બાળકો પાસે સ્માર્ટ મોબાઈલ હોય એવા તમામ બાળકોને મોબાઇલમાં Teams ડાઉનલોડ કરાવીને શિક્ષકો દ્વારા સારું શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. Virtual class થકી બાળકોને કેવી રીતે સઘન શૈક્ષણિક કાર્ય થાય તેવા Virtual ક્લાસમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને ઉત્સાહિત મનથી ઓનલાઈન શિક્ષણ મેળવે તે માટે શૈક્ષણિક બાબતોમાં બાળકો સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય એ માટેનું આયોજન અમીરગઢ સી.આર.સી મનોજભાઈ પ્રજાપતિ તથા પગાર કેન્દ્ર શાળાનાં આચાર્યશ્રી રાજેશભાઈ પટેલની સૂચનાથી અને માર્ગદર્શક શાળાનાં શિક્ષક શ્રી દુધાભાઈ એન પરમાર દ્વારા બાળકો વધુમાં વધુ ઓનલાઇન શિક્ષણ Virtual classમાં જોડાય તેવું ઇનોવેશન કરવામાં આવ્યું છે.
જે બાળકો શરૂઆતથી Virtual classમાં join થયા હોય તેવા આજસુધી એક પણ દિવસની ગેરહાજરી રાખ્યા વગર 80%થી 100% સુધી હાજરી સાથે શિક્ષણકાર્ય મેળવે તેવા બાળકોને પ્રોત્સાહન ઈનામ આપીને પ્રોત્સાહિતકરવામાં આવ્યા.
આ તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ તરીકે સ્ટેન્ડપેડ, નોટબુક, બોલપેન, બુક્સ શાળાનાં શિક્ષક શ્રી દુધાભાઈ પરમારનાં સ્વખર્ચે આપીને બાળકોને ઓનલાઇન શિક્ષણમાં વધારેમાં વધારે ભાગ લેતા કર્યા. આ બાબતની પ્રેરણા લઇ બીજા બાળકો પણ Virtual classમાં જોડાયા છે. અને કોઈ પણ બાળક આ સમયે શિક્ષણથી વંચિત ન રહે તેની તકેદારી સૌ શિક્ષકો લઈ રહ્યાં છે.