વિશ્વ ભરમાં કોરોના વાઇરસ સંક્રમણના સેકન્ડ વેવની આશંકા, ફ્રાંસ બાદ હવે બ્રીટનમા પણ લોકડાઉન જાહેર કરાયું

પ્રતિકાત્મક તસવીર

“હવે પગલાં ભરવાનો સમય આવી ગયો છે, આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી”- બોરિસ જોનસન

  • બ્રિટેનમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
  • કોરોનાના સંક્રમણમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો
  • આ લોકડાઉન 4 અઠવાડીયા સુધી લાગુ રાખવામા આવશે

ઇન્ટરનેશનલ: બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોનસનને શનિવારે ઘોષણા કરી હતી કે દેશમાં એક મહિના એટલે કે 4 અઠવાડિયા માટે લોકડાઉન -2 લાગુ કરવામાં આવશે. ગુરુવારથી પ્રતિબંધના નવા નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિયમો હેઠળ લોકોને ઘરે જ રહેવું પડે છે. જો કે, કેટલાક કિસ્સાઓ જેમ કે કામ, શિક્ષણ અને કસરતને ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પણ બંધ રહેશે. આ અગાઉ ફ્રાન્સમાં લોકડાઉન -2 પણ લાગુ કરવામાં આવ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં બ્રિટનમાં લાગુ કરાયેલા લોકડાઉનથી વિરુદ્ધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ આ વખતે ખુલ્લી રહેશે. તે જ સમયે, પબ અને રેસ્ટોરાં બંધ રહેશે. ઉપરાંત, લક્ઝરી અને મનોરંજન અને બિન-જરૂરી દુકાનોને લગતા તમામ સ્થળો બંધ રહેશે. લોકડાઉનનો નવો તબક્કો 2 ડિસેમ્બરના રોજ સમાપ્ત થવાનો છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “હવે પગલા ભરવાનો સમય આવી ગયો છે કારણ કે બીજો કોઈ વિકલ્પ હાજર નથી. તેમણે ઉમેર્યું, દુર્ભાગ્યવશ, અમારા વૈજ્ઞાનિક સલાહકારોની ધારણા કરતા યુકેમાં અથવા યુરોપમાંના ઘણા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોરોના વાયરસ ફેલાય રહ્યો છે.”

કોરોનાને ધ્યાનમાં રાખીને, બ્રિટિશ વડા પ્રધાન ઉદ્યોગપતિઓ માટે આર્થિક સહાય યોજનામાં વધારો કરવા, ઘરે બેઠેલા કર્મચારીઓને એક મહિનાનો વધુ ખર્ચ ચૂકવવા સહિતના અનેક નવા પગલા લેવાની તૈયારી કરી રહ્યા છે. આ દરખાસ્તો સોમવારે યુકેની સંસદમાં મુકવામાં આવશે.

Leave a Comment