સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર કાઢ્યા હતા.