અમારી રસી 95 ટકા અસરકારક છે, ટૂંક સમયમાં અમે મંજૂરી માટે અરજી કરીશું – Pfizer

  • રસીની રેસમાં બે ફાર્મા કંપનીઓ
  • Pfizer પોતાની રસીને 95% અસરકારક કહે છે
  • Modrena માને છે કે, તેની રસી 94.5% અસરકારક

ઇન્ટરનેશનલ: ફાર્માસ્યુટિકલ મેજર કંપની Pfizerએ બુધવારે કહ્યું હતું કે અંતિમ વિશ્લેષણમાં COVID-19 રસી 95% અસરકારક હોવાનું જણાયું છે અને કંપનીનું કહેવું છે કે તે એક દિવસમાં જરૂરી મંજૂરી માટે અરજી કરશે.

અંતિમ વિશ્લેષણનાં થોડા દિવસો પહેલાં ફાર્માસ્યુટિકલ ડ્રગ કંપની Pfizerએ જણાવ્યું હતું કે તેની રસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તે COVID -19 ને રોકવામાં 90 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. આ સૂચવે છે કે રસીઓને લગતી કંપનીની ટ્રાયલ સારી રીતે ચાલી રહી છે. અમેરિકાનાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા પણ આ રસી અંગે Pfizerને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ અધ્યયનમાં યુએસ અને અન્ય પાંચ દેશોનાં લગભગ 44,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. Pfizer અને તેની જર્મન સહાયક કંપની બાયોનોટેક પણ COVID-19 સામે રક્ષણ માટે રસી ઉત્પન્ન કરવાની દોડમાં છે. અન્ય એક અમેરિકન કંપની Modernaએ પણ કહ્યું છે કે તે આ મહિનામાં રેગ્યુલેટર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે અરજી કરી શકે છે.

મોડર્નાએ દાવો કર્યો છે કે, તેની રસી 94.5 ટકા અસરકારક છે


જણાવી દઇએ કે, 16 નવેમ્બરનાં રોજ અમેરિકન કંપની મોડર્નાએ જાહેરાત કરી હતી કે તેની પ્રાયોગિક રસી કોરોના વાયરસને દૂર કરવામાં 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે. લગભગ 30 હજાર સહભાગીઓ પર ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ મોડર્નાએ આ પ્રતિસાદ આપ્યો. મોડર્નાનાં સીઈઓ સ્ટીફન બેંસેલે કહ્યું,

તબક્કો-3નાં ક્લિનિકલ ટ્રાયલ અને અધ્યયન બાદ અમને રસીએ સકારાત્મક પરિણામો આપ્યા છે અને અમારી રસી કોવિડ -19 રસીને અને અન્ય ઘણા ગંભીર રોગોથી બચાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

Related posts

Leave a Comment