“હવે પગલાં ભરવાનો સમય આવી ગયો છે, આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી”- બોરિસ જોનસન
- બ્રિટેનમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
- કોરોનાના સંક્રમણમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો
- આ લોકડાઉન 4 અઠવાડીયા સુધી લાગુ રાખવામા આવશે
આ વર્ષની શરૂઆતમાં બ્રિટનમાં લાગુ કરાયેલા લોકડાઉનથી વિરુદ્ધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ આ વખતે ખુલ્લી રહેશે. તે જ સમયે, પબ અને રેસ્ટોરાં બંધ રહેશે. ઉપરાંત, લક્ઝરી અને મનોરંજન અને બિન-જરૂરી દુકાનોને લગતા તમામ સ્થળો બંધ રહેશે. લોકડાઉનનો નવો તબક્કો 2 ડિસેમ્બરના રોજ સમાપ્ત થવાનો છે.