યુરોપિયન યુનિયનનાં નવ દેશોએ ભારતની કોવિશિલ્ડ રસી લીધેલા પ્રવાસીઓને આપી લીલી ઝંડી

ઇન્ટરનેશનલ: કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારા ભારતીયોને યુરોપમાં પ્રવાસ કરવા દેવામાં આવે તેવી ભારત સરકારની વિનંતીને પગલે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે. યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અથવા ગ્રીન પાસ ધરાવનારાઓ હવે કોરોના મહામારી દરમ્યાન યુરાપમાં મુક્ત અવરજવર કરી શકશે.…

ચાલુ ટ્રેનમાંથી ઉતરતા મુસાફર પ્લેટફોર્મ પર પટકાયો.. RPF જવાન બની ગયો સુપર હીરો

નેશનલ: હાલમાં મુંબઈ બોરીવલી સ્ટેશનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી ઊતરતી સમયે યુવક પડી ગયો હતો. જેથી પ્લેટફોર્મ એને ચાલુ ટ્રેન વચ્ચે અટવાયો હતો. આ ઘટના દરમિયાન ત્યાં હાજર રહેલા RPFનો જવાન આ મુસાફર માટે સુપર હીરો બનીને આવ્યો હતો. રેલવે પોલીસનાં જવાનની ત્વરિતતા અને સમજદારીનાં મુસાફરનો જીવ બચી જવા પામ્યો હતો જેનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

એક અનોખા શિક્ષક જેના કપડાં ક્યારેક ગણિત શીખવે, તો ક્યારેક અંગ્રેજી

ગુજરાત: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની હરીનગર ગામની શાળાનાં શિક્ષક શ્રી નિલમભાઇ ચમનભાઇ પટેલે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોરોના મહામારી સમયમાં નાના ભૂલકાંઓને શાળામાં આવવાનું ન હોઇ બાળકોના ઘરે જઈને શેરી શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. આ કાર્ય દરમિયાન તેમને પોતાના રોજબરોજના પહેરાતા ઝભ્ભા,શર્ટ પર બાળકોને અઘરા પડતા મૂળાક્ષરો જેવા કે સ,ક્ષ,ષ,ઉ,અ, જોડીયા શબ્દો, સરવાળા,બાદબાકી,ગુણાકારની પ્રક્રિયા, હિન્દીના શબ્દો અંગ્રેજી સ્પેલીંગોનું પેઇન્ટીંગ કર્યું છે, જેથી બાળકો આ સાહેબના પહેરેલા કપડાં પર જોઈને શિક્ષણ કાર્ય કરે છે. નિલમભાઇ ભૂલકાંઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો ખૂબજ સરાહનીય પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ સાથે…