- છેલ્લા 1 વર્ષથી કોરોનામાં સેવા આપી રહ્યો છે પેરામેડિકલ સ્ટાફ
- 3 મહિનાનાં કરારમાં કરી રહ્યા છે કામગીરી
- કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી ઊભા રહ્યા છે જીવના જોખમે
ગુજરાત: કોરોના એક ગંભીર રોગ છે. કોરોના ચીનથી આવેલો પ્રયોગી રોગ છે અથવા કોરોના ચીનની રોગ મિસાઈલ છે અને કોરોના લોકોનાં જીવ પણ લઈ શકે છે. એવી જાણકારી પૂરી દુનિયાને હોવા છતાં પણ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં કોરોનાની બીમારીને નાથવા જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગેલી એવે વખતે પેરામેડિકલ સ્ટાફની 352 લોકોની ભરતી માટે ગુજરાતનાં ઠેક-ઠેકાણેથી 1122 પેરામેડિકલ ડિગ્રી ધારીઓ અમદાવાદ આવેલા અને ગીતામંદર સ્થિત આરોગ્ય ભવનની સામેથી જે તે ડોક્યુેન્ટ્સની ઝેરોક્ષ કરાવીને જમા કરાવેલી. ત્રણ દિવસ બાદ 1122 લોકોને કોરોનાની જંગ માં ઉતારવામાં આવ્યા.
આ આરોગ્યકર્મીઓ એ ઘરે ઘરે જઈને સર્વે કર્યા. જેમાં ઘરમાં કોઈને શરદી, ખાંસી, તાવ ,ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી છે કે કેમ? એની જાણકારી મેળવવા ઘરે ઘરે આ પેરમેડિકલ સ્ટાફ ફર્યો. હા, ઘણી જગ્યાએ લોકોએ હડધૂત કરીને કાઢી મૂકેલા તો ઘણી જગ્યાએ સોસાયટી સુધ્ધામાં પ્રવેશવા નહોતા દીધા એવે વખતે આ પેરામેડિકલ સ્ટાફે સંયમ રાખી લોકોને ઘરે ઘરે જઈને સર્વે પૂર્ણ કર્યા હતા.
સર્વેની કામગીરી બાદ કોરોનાનાં એન્ટિજન (રેપિડ) ટેસ્ટ જાહેર જનતા કરાવે એની જવાબદારી પણ પેરામેડિકલને માથે આવી. ફરીથી એ જ પરિસ્થતિ ઉભી થઇ કે કોરોના ના ટેસ્ટ કોણ કરાવે? કેમ કે જો પોઝિટિવ આવીશું તો 108 આપણને લઈ જશે અને મારી નાખશેની બીકે, જનતાનાં મોં માંથી નીકળેલ અપશબ્દને પણ આ પેરામેડિકલ સ્ટાફે સાંભળેલા.
હવે, કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિને પ્રેમ પૂર્વક સમજાવવાનું કે ” દાદા, કાકા , માસી, બેન…. આ રોગમાં આરામ કરો, ચિંતા ન કરો અને અમે સૂચવેલ આ દવા લો તો 10 દિવસમાં આ રોગ મટી જશે.” આવી સાંત્વના આપનાર પણ આ પેરામેડિકલ સ્ટાફ જ હતો. સાથે ઘરે-ઘરે દવા પહોંચતી કરનાર આરોગ્યકર્મી પણ એમાંનો જ એક.
થોડા સમય પહેલાં શરૂ થયેલ કોરોનાની રસીમાં પણ અત્યાર સુધી ખડે પગે સેવા આપી રહેલ પેરામેડિકલ કર્મી જ.
હવે, લોકોનાં કોરોના ટેસ્ટ કરનાર, ઘરે ઘરે દવા આપનાર, માનસિક રીતે સમજાવનાર અને પોતે પણ પોતાનું માનસિક સંતુલન જાળવનાર આ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં કામ કરનાર પેરામેડિકલનો પગાર છે રૂ. 9850.
આ પેરામેડિકલ કર્મચારીઓ કોરોના શરૂ થયો ત્યારથી પોતાનાં જીવનાં જોખમે આટલા ઓછા પગારમાં કામ કરી રહ્યા છે એનો સંતોષ એમને છે કેમકે આવી પરિસ્થિતમાં, બેરોજગારનાં વાતાવરણમાં આ નોકરી મળી. જેનાથી એમના ઘર ચાલ્યા. પણ શું ઘર ચલાવવાની જવાબદારી સરકારની પણ હોઇ શકે કે નહીં!
હવે, આ 3 મહિનાનાં કોન્ટ્રાક્ટજીવોનો કોન્ટ્રાકટર પૂરો થઈ ગયો છે. અને કદાચ એવા પણ એંધાણ છે કે ફરીથી એ જ પ્રમાણે કોર્પોરેશન કામ લેશે. પણ કોર્પોરેશને બહાર પાડેલ બે ભરતી પ્રક્રિયા જેમાં 1. મહોલ્લા ક્લિનિક અને 2. ડોક્ટર મિત્ર યોજના, આ બે ભરતીના પેરામેડિકલ કર્મીઓનાં કોન્ટ્રાક્ટ રિન્યુ થશે!
આ એપ્રિલ ફૂલ હતું ?
1 એપ્રિલે, સમાચાર મળ્યા છે કે કોરોનામાં સેવા આપનાર આ પેરામેડિકલ કર્મીઓને હવેથી 11 મહિનાનાં કોન્ટ્રાક્ટમાં ખસેડવામાં આવવાનાં છે અને પગાર ધોરણ પણ વધવાનું છે. સાથે એવી પણ માહિતી મળી રહી છે કે સવાર અને સાંજ એમ બે પ્રકારનાં સમયગાળા પ્રમાણે આરોગ્ય કર્મીઓને ગોઠવશે. અમુક લોકોને સવારે તેમજ અમુક લોકોને સાંજની કામગીરી આપશે. આ સાચું કે ખોટું એ કોર્પોરેશન ટૂંક સમયમાં જણાવશે.