તમે ક્યારેય ભૂલા પડ્યા છો??
હવે તમે કહેશો કે હા… આતો કૈ પૂછવાનો વિષય છે. બધા ભૂલા પડતા જ હોય છે અથવા પડેલા જ હોય છે, આપણી ગુજરાતી ભાષાના કવિ ભાવિન ગોપાણી લખે છે કે
“અજાણી છોકરી પુછી ગઈ સરનામું આવીને
પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને”
તો હા ભુલું પડવું માનવનો સહજ સ્વભાવ છે પણ અહીયાં જે વાત છે જે જરા અલગ સ્વભાવની છે Englishમાં કહીએ તો Grey shaded . જરા ધ્યાનથી .. સાચવીને સમજવાં જેવી વાત.
સત્યનાં 2 પ્રકાર છે, એક સામાન્ય સત્ય અને એક મહાસત્ય.
સામાન્ય સત્ય પ્રાપ્ત કરવા માટે કૈં ખાસ પરિશ્રમ કરવો નથી પડતો. તે હોય છે અનુભવાય છે અને એ આપણું સત્ય છે.
પણ મહા સત્ય, વિપરીત છે, એના માટે પુરુષાર્થ કરવો પડે છે. એક ઉદાહરણ લઈ એ કે.., ‘અંધારુ કરવા માટે કૈં ખાસ કરવું પડતું નથી એ બધે વ્યાપ્ત છે જ એ સામાન્ય સત્ય છે, પણ જ્યારે અજવાળું મહાસત્ય છે. એને પામવા સંઘર્ષ કરવો પડ્યો છે’ મનુષ્યમાત્રની ઇચ્છા પ્રકાશમાં આવવાની છે, એટલા માટે શિલ્પકાર એવું શિલ્પ બનાવા પ્રયત્ન કરે છે જે અનુપમ હોય, કવિ કવિતા લખે છે જે યુગો/ઘણાં વર્ષો સુધી/લાંબા સમય સુધી લોકો સામે રહે, વૈજ્ઞાનિક કૈંક શોધ કરવા મથામણ કરતો રહે, વ્યપારી અઢળક ધન કમાઈને દાન કરે, દેવાલયો બંધાવે જેથી એનું નામ આવનારી કેટલીક પેઢીઓ સુધી પ્રકાશમાં રહે અને આવી જ વિભાવના એક વૈદિક ઋષિનાં દિલમાં પણ છે, પણ તેનો રંગ સહેજ જુદો છે અને તે ક્યાંક ઇશ્વરને પ્રાથના કરે છે કે तमसो मा ज्योतिर्गमय .
અંધારુ સત્ય છે જ છે પણ અજવાળું મહાસત્ય છે.
આ પણ વાંચો: શું તમે ક્યારેય એકલા પડી ગયા છો??
હવે આટલું સમજાયા પછી એક વાત એ કરવી છે કે આપણે હંમેશા સફરમાં હોઇએ છીએ, સત્યથી મહાસત્ય સુધીની. આ સફર અત્યંત લોભામણી છે એટલે મંજીલની નજીક પહોંચો તો સફર આપણને આકર્ષિત કરે છે. આ પ્રવાસમાં જ્યારે તમે ક્યાંક વચ્ચે હોવ એટલે કે સત્ય અને મહાસત્ય બન્નેથી દુર હોવ ત્યારે તમને સફર અધવઅધવચ્ચે છોડી દેવાની ઇચ્છા થાય પણ એને અધવચ્ચે છોડી ન શકાય.બસ તો આવી હાલતની દ્વિધાની કવિતા કવિ વિપુલ પરમાર કહે છે.
“તમસ ને તેજમાં ભૂલા પડ્યા છીએ,
બધાં આ ભેદમાં ભૂલા પડ્યા છીએ.
સૌ નટ જાણે છે પણ શું થાય અધવચ્ચે
ધર્યો એ વેશમાં ભૂલા પડ્યા છીએ.”
આ સફરમાં આપણે કોઇ એકબીજાની ઇર્ષા કર્યા વિના આગળ વધીએ અને એવી જ એક પંક્તિ ઉપનિષધ કહે છે.सह वीर्यं करवावहै ।
ઋષિ દવે
rushidave108@gmail.com